મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતાં દંપતીના મોત મામલે જમાઈએ નોંધાવી ફરિયાદ


SHARE

















માળીયા (મી) નજીક અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતાં દંપતીના મોત મામલે જમાઈએ નોંધાવી ફરિયાદ

મોરબી તાલુકાનાં અણીયારી ગામે માતાજીના મંદિરે થાનના લોકો પરીવાર સાથે બોલેરો ગાડીમાં દર્શન કરવા માટે આવ્યા હતા અને તેઓ દર્શન કરીને પરત થાન જતા હતા ત્યારે અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલટી જતાં ગાડીમાં બેઠેલા 12 લોકોને ઇજાઓ થયેલ હતી જેમાંથી વૃદ્ધ દંપતીનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક દંપતીના જમાઈએ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા-હળવદ હાઇવે ઉપર આવેલ અણીયારી ટોલનાકા નજીકથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પલટી મારી ગયેલ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા કુલ 22 જેટલા લોકોમાંથી 12 લોકોને ઇજાઓ થયેલ હતી જેમાંથી વૃદ્ધ દંપતીનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક દંપતીના જમાઈ બેચરભાઈ જયંતીભાઈ દુધરેજીયા (22) રહે. રામપરા તાલુકો ધાંગધ્રા વાળાએ બોલેરો ગાડી નંબર જીજે 13 એએક્સ 8779 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

આ બનાવમાં વિપુલ બાબુભાઈ, જયશ્રીબેન બેચરભાઈ, બેચરભાઈ જયંતીભાઈ, જયંતીભાઈ ભીખાભાઈ, ક્રિયાંશ ઓધવજીભાઈ, નેહા વિપુલભાઈ, વર્ષાબેન વિપુલભાઈ, બળદેવભાઈ રાણાભાઇ, સોનલબેન ઓધવજીભાઈ બાબરીયા, ઓધવજી મુળાભાઈ, મુળાભાઈ વશરામભાઈ બાવળીયા, ભીખાભાઈ બીજલભાઇ ડેડાણીયા અને લધુ વશરામને ઇજાઓ થયેલ હતી. જો કે, ફરિયાદીના સસરા હીરાભાઈ માવજીભાઈ કુડેચા (50) અને સાસુ લક્ષ્મીબેન હીરાભાઈ કુડેચા (50) રહે. બંને થાન વાળને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંનેનું મોત નીપજયું હતું

ઉલેખનીય છે કે, થાન વિસ્તારમાંથી ફરિયાદી સહિતના લોકો બોલેરો ગાડીમાં અણીયારી ગામે માતાજી મંદિરે દર્શન માટે આવ્યા હતા અને ત્યાંથી પરત જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનેલ હતો અને ઇજા પામેલા લોકોને 108 મારફતે જેતપર સીએચસી અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, આ બનાવ  સંદર્ભે હાલમાં મૃતક દંપતીના જમાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News