ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ નજીક બંધ પડેલ આઇસરમાં ડમ્પર અથડાતાં ઇજા પામેલ સાદુળકા ગામના યુવાનનું મોત


SHARE

















મોરબીના બહાદુરગઢ નજીક બંધ પડેલ આઇસરમાં ડમ્પર અથડાતાં ઇજા પામેલ સાદુળકા ગામના યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર બહાદુરગઢના પાટિયા પાસે રોડ સાઈડમાં બંધ આઇસર પડ્યું હતું ત્યારે તેની પાછળના ભાગમાં ડમ્પર ધડાકાભેર અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ડમ્પર ચાલકને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી નવા સાદુળકા ગામે રહેતા મુકેશભાઈ રવજીભાઈ ઝંઝવાડીયા ડમ્પર નંબર જીજે 36 એક્સ 8084 લઈને પસાર થઈ રહયા હતા ત્યારે ત્યાં રોડ સાઈડમાં આઇસર નંબર જીજે 4 ઝેડ 3018 બંધ પડેલ હતું તેની પાછળના ભાગમાં મુકેશભાઈ રવજીભાઈ ઝંઝવાડીયાનું ડમ્પર અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મુકેશભાઈ રવજીભાઈ ઝંઝવાડીયાને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં પોલીસે મૃતક યુવાનના પિતા રવજીભાઈ રાયસંગભાઈ ઝંઝવાડીયા (56) રહે. નવા સાદુળકા વાળાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ અકસ્માત
હળવદના ચોતરાફળી વિસ્તારમાં રહેતો તુષાર મનસુખભાઈ નામનો ૧૮ વર્ષનો યુવાન રાણેકપર ગામે કેનાલ નજીક અજાણ્યા વાહન હડફેટે ઈજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે જીવાપર ગામે રહેતા ત્રિગુણાબેન રતિલાલ કાલરીયા નામના ૨૯ વર્ષના મહિલાને મોરબીના દલવાડી સર્કલ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.તે રીતે જ મોરબીની જુની કુબેર ટોકીઝ પાસેના વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન વિદ્યાધરભાઈ ઉપાધ્યાય નામના ૭૭ વર્ષીય વૃદ્ધાને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં બાઈક આડે કૂતરું ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયા હતા.

વૃદ્ધ સારવારમાં
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ રોડ ઉપર બાઈક પાછળ બેસીને જઇ રહેલા વ્રજલાલ શામજીભાઈ નકુમ (૮૩) રહે.અનંતનગર સામાકાંઠે નામના વૃધ્ધ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.જ્યારે રાજકોટના પડધરી ખાતે રહેતા પરીવારનો મિલન બીપીનભાઈ ઘાટોડીયા નામનો છ વર્ષના બાળક મોરબીની અવની ચોકડી પાસે બાઈકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત થયેલ હાલતમાં તેને સારવાર માટે લઇ જવાયો હતો.,




Latest News