મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ મોરબી કલેક્ટર કે.બી.ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ? વાંકાનેર શહેર-તાલુકામાં પોલીસ દ્વારા 350 જેટલી દીકરીઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ: આઇજીની હાજરીમાં યોજાયો સમાપન સમારોહ મોરબી નજીક કારખાનામાં ઉલ્ટી થતાં રૂમમાં જઈને સૂઈ ગયેલ યુવાન ઉઠ્યો જ નહીં માળીયા-જામનગર રોડે કારમાંથી 400 લિટર દારૂ ઝડપાયો, 3.80 લાખનો મુદામાલ કબજે: આરોપી ફરાર માટીની આડમાં દારૂની હેરફેરી: માળીયા (મિં)ની ભીમસર ચોકડી પાસેથી 156 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર સાથે બે ઝડપાયા, માલ મોકલાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજકોટ રોડે રેલવેના ઓવરબ્રિજ પાસેથી બાઈકની ચોરી


SHARE















વાંકાનેરના રાજકોટ રોડે રેલવેના ઓવરબ્રિજ પાસેથી બાઈકની ચોરી

વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેના ભાગમાં રેલવેના ઓવરબ્રિજ પાસે યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ ચોરી કરી ગયેલ છે જેથી કરીને 87 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં યુવાને અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કલાવડી ઢોયડી રાજાવડલા ખાતે રહેતા પરબતભાઈ નારણભાઈ ગમારા (42)એ અજાણ્યા શખ્સની સામે સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેરના રાજકોટ રોડ ઉપર પેટ્રોલ પંપની સામેના ભાગમાં રેલવે ઓવરબ્રિજ પાસે તેમણે પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 4618 ને પાર્ક કરીને મૂક્યું હતું જે 87 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર
વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ નાલા પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે  સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ક્રીપાલસિંહ બાબુભા જાડેજા (39) રહે. મીલ કોલોની રેલવે સ્ટેશન રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 680 ની રોકડ કબજે કરવામાં આવી હતી ત્યારબાદ તેની સામે સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

આધેડ સારવારમાં
મોરબીના શનાળા રોડ બીગ બોસ હોટલ નજીક વિરાટ રેસ્ટોરન્ટની સામે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી દેવેન્દ્રસિંહ સજુભા જાડેજા (૬૧) રહે.વૃંદાવન સોસાયટી શનાળા-કંડલા બાયપાસને અત્રે સાગર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે હળવદના કીડી ગામે રહેતા ધવલભાઇ રસિકભાઈ કોળી નામનો યુવાન કીડી ગામથી હળવદ જતો હતો.ત્યારે રસ્તામાં ઇંગોરાળા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજા પામતા તેને અત્રે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.






Latest News