હળવદ: રસ્તમાં બમ્પ આવતા ટ્રેક્ટરને બ્રેક કરવાથી નીચે પડેલા મહિલા ઉપર તોતિંગ વ્હીલ ફરી વળતાં મહિલાનું મોત
SHARE









હળવદ: રસ્તમાં બમ્પ આવતા ટ્રેક્ટરને બ્રેક કરવાથી નીચે પડેલા મહિલા ઉપર તોતિંગ વ્હીલ ફરી વળતાં મહિલાનું મોત
હળવદના જુના દેવળીયા ગામે કન્યા શાળા નજીકથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રેક્ટરના મોટા વ્હીલના પંખા ઉપર મહિલા બેઠી હતી અને રસ્તા ઉપર બમ્પ આવતા ટ્રેક્ટરના ચાલકે જોરદાર બ્રેક મારી હતી જેથી ટ્રેક્ટરના પંખા ઉપરથી મહિલા નીચે પડી હતી અને ટ્રેક્ટરનું મોટું વ્હીલ તેના ઉપરથી ફરી ગયું હતું જેથી મહિલાને ગંભીર ઇજા થયેલ હતી અને તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા જગદીશભાઈ હકાભાઇ પરમાર (26)એ ટ્રેક્ટર નંબર જીજે 36 એપી 1347 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે કન્યા શાળા નજીકથી આરોપી પોતાનું ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના પત્ની શારદાબેન જગદીશભાઈ પરમાર (23) ટ્રેક્ટરના મોટા વ્હીલના પંખા ઉપર બેઠા હતા અને રસ્તા ઉપર બમ્પ આવતા આરોપીએ ટ્રેક્ટરને એકદમ જોરદાર બ્રેક મારી હતી જેથી ફરિયાદીના પત્ની ટ્રેક્ટરના મોટા વ્હીલના પંખા ઉપરથી નીચે પડી જતા તેના ઉપરથી ટ્રેક્ટરનું મોટું વ્હીલ ફરી ગયું હતું જેથી મહિલાને ગંભીર ઇજાઓ થયેલ હતી અને મહિલાનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ આરોપી ટ્રેક્ટર તથા ટ્રોલી લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
