મોરબીના કુબેરનગરમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી 21 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
વાંકાનેરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધના પરિવાર ઉપર ચાર મહિલા સહિત 12 લોકોનો તલવાર, પાઇપ અને લાકડી વડે હુમલો
SHARE








વાંકાનેરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધના પરિવાર ઉપર ચાર મહિલા સહિત 12 લોકોનો તલવાર, પાઇપ અને લાકડી વડે હુમલો
વાંકાનેરમાં અગાઉ મકાન વેચવા અને શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝઘડો બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ત્યાં પાડોશમાં રહેતા મહિલાઓ સહિત કુલ 12 જેટલા લોકો વૃદ્ધના ઘરે આવ્યા હતા અને બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લોખંડના પાઇપ, લાકડી તથા તલવાર વડે હુમલો કર્યો હતો અને છૂટા પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હુમલામાં ઇજા પામેલા વૃદ્ધ સહિતનાઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ પંચાસર રોડ ઉપર પંચવટી સોસાયટી શેરી નં-3 માં રહેતા દેવજીભાઈ આંબાભાઇ ટીડાણી (65)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ પ્રવીણભાઈ ટીડાણી, અશોકભાઈ પ્રવીણભાઈ ટીડાણી, સિધ્ધરાજભાઈ અશોકભાઈ ટીડાણી, પ્રવીણભાઈ આંબાભાઈ ટીડાણી, સંગીતાબેન સંજયભાઈ ટીડાણી, રાહુલભાઈ બટુકભાઈ, હકાભાઇ ધુસરિ, હકાભાઇના પત્ની, ગીતાબેન અશોકભાઈ, લખનભાઈ પ્રવીણભાઈ, સોનલબેન લખનભાઈ અને ભાગ્યેશ લખનભાઈ રહે. બધા વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીને આરોપીઓ સાથે અગાઉ મકાન વેચવા અને શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝઘડો થયેલો હતો તે બાબતનો ખાર રાખીને ગઈકાલે બપોરે એકાદ વાગ્યે બોલાચાલી થયેલ હતી અને આરોપીઓએ એકસંપ કરીને તલવાર, લાકડી, પાઇપ વગેરે જેવા હથિયાર સાથે વૃદ્ધના ઘરે આવ્યા હતા અને ફરિયાદી વૃદ્ધને તથા સાહેદોને માર માર્યો હતો અને છૂટા પથ્થરના ઘા કર્યા હતા જેમાં ફરિયાદી તથા સાહેદ ચેતનભાઇને પાઇપ અને તલવાર વડે માથાના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી છે તેમજ અન્ય સાહેદોને માર મારીને શરીરે ઇજા કરેલ છે અને આરોપીઓએ ફરિયાદી સહિતનાઓને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપેલ હતી અને ત્યાર બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેથી બાઈક લઈને જઈ રહેલ મુકેશભાઈ રમેશભાઈ પઠાવા ઉમર ૩૩ રહે.જૂની રેલ્વે કોલોની પાસે રેલ્વે સ્ટેશન સામે નવલખી રોડ વાળાને ક્રેટા કારના ચાલાકે હડફેટે લીધા હતા જેથી ઇજા પામતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે ધાંગધ્રાના જસમતપુર ગામના નવાપરા વિસ્તારમાં રહેતા જેસીંગભાઇ વિઠ્ઠલભાઈ કોળી નામના ૭૭ વર્ષના વૃદ્ધ જસમતપુર ગામે મેલડી માતાના મંદિર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યાં રસ્તામાં ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ઈજા પામતા જેસીંગભાઇને સારવાર માટે અત્રે શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના પાનેલી પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં બાઇક સ્લીપ થવાના બનાવમાં મુકેશ તોલીયાભાઈ મેડા (૨૫) નામના યુવાનને ઇજા થતા સારવારમાં લવાયો હતો.

