મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગરમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી 21 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ


SHARE

















મોરબીના કુબેરનગરમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી 21 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર શેરી નં-3 માં રહેણાંક મકાનની સામે સેન્ટ્રો ગાડી ઉભી હતી જેને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી દારૂની 21 બોટલો મળી હતી જેથી પોલીસે દારૂ તથા કાર મળીને 1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર શેરી નં-3 માં રહેતા દિનેશભાઈ નાંગરના રહેણાંક મકાનની સામેના ભાગમાં ઊભેલી સેન્ટ્રો ગાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ઉભેલી સેન્ટ્રો કાર નંબર જીજે 3 ઇઆર 0973 ને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી દારૂની 21 બોટલો મળી આવી હતી જેથી કરીને 21 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 1,21,000 ની કિંમતનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી દિનેશભાઈ જયમલભાઈ નાંગર (42) રહે. કુબેરનગર શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરે છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે.

વૃધ્ધા સારવારમાં
મોરબીના પાનેલી ગામે અજાણ્યા બાઈકના ચાલકે ગામના સવિતાબેન કરમશીભાઈ ડાભી નામના ૬૯ વર્ષના વૃદ્ધાને હડફેટ લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ નવી પીપળી ગામે રહેતા યસ ભીમજીભાઈ ઉભડીયા નામના ૧૯ વર્ષના યુવાનને ઇજા થતા તેને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પીપળી ગામે આવેલ ન્યારાના પંપ પાસે તે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામતા સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ મોરબીના વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાસે બાઈક પાછળથી પડી જતા અનુરાગ પ્રકાશભાઈ વિસાણી (ઉમર ૧૫) રહે.અમૃતપાર્ક સોસાયટી સેન્ટ મેરી સ્કૂલ પાછળ નવલખી રોડને ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઈ જવાયો હતો.

માળીયા મારામારી
માળીયા મીંયાણા ખાતે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં વલીમામદ અબ્દુલ ભટ્ટી (૬૨) અને રસુલભાઈ હબીબભાઈ મુસાણી (૧૭) રહે. મુસાણી વાસ માળિયા મીંયાણાને ઇજા થતા બંનેને માળિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલમાં લાવવામાં આવ્યા હતા.તેમજ માળિયા મીંયાણા આરામ હોટલ પાસે આવેલ ખારી વિસ્તારમાં રહેતા અલતાફ અકબર મોવર નામનો ૧૩ વર્ષનો બાળક ઘર નજીક રમતો હતો ત્યાં ટુ-વ્હીલર ચાલકે તેને હડફેટે લેતા ઇજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો.




Latest News