વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારના બાકી પૈસા લેવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો-ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE

















મોરબીમાં વેપારના બાકી પૈસા લેવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો-ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતો યુવાન ભવાની ચોક વિસ્તારમાં આવેલ કારખાને ગયો હતો અને ત્યાં તેના બાકી લેવાના પૈસા નીકળતા હોય તે બાબતે હાજર યુવાનને પૂછ્યું હતું કે તમારા પિતાજી ક્યાં છે ? તેથી સામેથી જણાવ્યું હતુ કે તે હાજર નથી. ત્યારે યુવાને કહ્યું કે પૈસા માટે મારે કેટલા ધક્કા ખાવાના ? જેથી સામેવાળા ઇસમે ઉશ્કેરાઇને યુવાનને માર મારીને માથાના ભાગે છરી ઝીંકી દીધી હતી અને બાદમાં બંને પિતા-પુત્રએ એકસંપ કરી ઢીકાપાટા વડે યુવાનને માર માર્યો હોય ભોગ બનેલ યુવાને સારવાર બાદ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં દીપેનભાઈ અનંતરાય કગથરા કંસારા (૪૫) રહે.ગ્રીન ચોક કંસારા શેરી મોરબીએ દિલીપ કાળુ ચનિયારા તથા કાળુભાઈ ચનિયારા રહે.બંને ભવાની ચોક રાજ ગેરેજ નજીક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે રાત્રિના નવેક વાગ્યે ભવાની ચોક લખધીરવાસ વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા નામના કારખાને ગયા હતા.ત્યાં તેઓ કાળુભાઈ ચનિયારા સાથે વેપાર ધંધાના પૈસા લેવાના બાકી હોય પૈસા લેવા માટે કારખાને ગયા હતા.ત્યારે ત્યાં જે તે સમયે કાળુભાઈ હાજર ન હતા અને તેમનો દીકરો દિલીપ કાળુભાઈ ચનિયારા હાજર હતો.ત્યાં તેને તેમના પિતા કાળુભાઈ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે દિલીપએ જણાવ્યું હતું કે તે હાજર નથી.તેથી દીપેનભાઈ કગથરાએ દિલીપને કહ્યું હતું કે મારે પૈસા લેવા માટે કેટલા ધક્કા ખાવાના ? જેને લઈને દિલીપ કાળુભાઈ ચનિયારા નામ ઇસમ ગાળો આપવા લાગ્યો હતો અને તે દરમિયાનમાં કાળુભાઈ આવી જતા બંનેએ એકસંપ કરીને ઝઘડો કરીને ઢીકાપાટુ વડે દિપેનભાઈ કગથરાને માર માર્યો હતો.મારામારી દરમિયાનમાં દિલીપ કાળુભાઈ ચનિયારાએ દિપેનભાઈ કગથરાના માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં દિપેનભાઈ કગથરાને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.સારવાર બાદ દિપેનભાઈ કગથરાએ નોંધાવેલ ઉપરોક્ત ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા દિલીપ કાળુભાઈ ચનિયારા અને કાળુભાઈ ચનિયારા સામે મારામારી સબબ ગુનો નોંધવામાં આવ્યો છે જે અંગેની આગળની તપાસ એએસઆઈ એસ.એમ.કમોયા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબી સામાકાંઠે ભીમસર વિસ્તારમાં રહેતા કેતન બાબુભાઈ કુંઢીયા નામના ૩૩ વર્ષના યુવાનને રહેણાંક વિસ્તાર નજીક મારામારીમાં ઈજા થતાં સારવાર માટે સીવીલે લવાયો હતો.જ્યારે મોરબીના પીપળી રોડ શિવ પાર્ક વિસ્તારમાં રહેતા પુષ્પાબેન ભાવેશભાઈ નિમાવત નામના ૩૭ વર્ષીય મહિલાને ઘરે મારામારીમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા પરિવારની તનુ રાજેશભાઈ પંચાસરા નામની આઠ વર્ષીય બાળકીને બગથળ ગામ પાસે બાઈક ઉપર જતા બાઈકના પાછળના ભાગેથી પડી જતા ઈજા પામેલ હલતમાં અત્રે નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા જયપાલસિંહ જસુભા ઝાલા નામના ૫૦ વર્ષના આધેડને મોડપર ગામે આવેલ છાપરીયા હનુમાન મંદિર પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થતા નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.

જામનગર અકસ્માત

જામનગરના પુલ પાસેથી રીક્ષા જતી હતી ત્યારે ત્યાં રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બોદુભાઈ હુસેનભાઇ મકરાણી (ઉંમર ૧૩) રહે.જામનગર હર્ષદ મિલની ચાલી પાસે ને ઇજા થતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે જેતપુર ગામે માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં માતા કાજલબેનને વાઇ આવતા તેઓના હાથમાં રહેલ ચાર માસની કિંજલ રવિભાઈ તળેજીયા (રહે.લાયન્સનગર મોરબી) નામની બાળકી નીચે પડી જતા તેને જુનાગઢ સારવાર માટે લઈ જવાઈ હતી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ મોરબી લાવવામાં આવી હતી.




Latest News