આતંકવાદી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં આક્રોશ: કાલે બંધનું એલાન
SHARE
જમ્મુના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં આક્રોશ જોવી મળી રહ્યો છે અને મોરબીના વિવિધ વેપારી મંડળો દ્વારા આવતીકાલે બંધનું એલાન કરવામાં આવ્યુ છે અને કાલે મોરબીમાં રેલી યોજાશે અને આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવશે. ત્યારે મોરબીની મુખ્ય બજારો રહેશે બંધ
જમ્મુના પહેલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે મોરબી ખાદ્ય તેલ વેપારી એસો, ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો, મોરબી પ્લાસ્ટીક એસો, મોરબી ફટાકડા એસો, મોરબી કાપડ મહાજન એન્ડ રેડીમેઇડ ગાર્મેન્ટ,મોરબી કરીયાણા મર્ચન્ટ એસો સહિતના વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સવારથી બપોરના 2:00 વાગ્યા સુધી મોરબી શહેરમાં આવેલ મુખ્ય બજારની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની આગેવાની હેઠળ આવતીકાલે સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે અને તે રેલીને મોરબીના નેહરુ ગેટ ચોકમાં પુરી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવશે તેમાં મોરબીના વેપારીઓ ઉપરાંત નગરજનો સહિતના લોકો જોડાશે. અત્રે ઉલ્લેખીએ છે કે જમ્મુના પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો ત્યાં હુમલો કરવા માટે થઈને આવેલા આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવતા હિન્દુ વેપારીઓમાં ભારોભાર આક્રોશની લાગણી ફેલાયેલ છે એટલા જ માટે કાલે તા 25 ના રોજ સવારે 9:30 થી 2:00 વાગ્યા સુધી મોરબીની મુખ્ય બજારો બંધ રહેશે તેવુ વેપારીઓએ જણાવ્યુ છે.