વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે: જમ્મુના પહેલગામમાં થયેલ આતંકી હુમલાનો મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા વિરોધ


SHARE











ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે: જમ્મુના પહેલગામમાં થયેલ આતંકી હુમલાનો મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા વિરોધ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં લોકોનો ધર્મ પૂછીને અને તેને ચેક કરીને ગોળીઓ મારવામાં આવી હતી જેથી કરીને તેના વિરોધમાં આજે મોરબી વિહિપ અને બજરંગદળ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં દુકાને દુકાને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં “ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” તેવુ લખવામાં આવેલ છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં દેશના જુદાજુદા રાજ્યોમાંથી ઘણા લોકો પરિવાર સાથે ફરવા માટે આવ્યા હતા અને પ્રવાસીઓ હરિયાળીનો આનંદ માણી રહ્યા હતા ત્યારે આતંકી હુમલા કરવામાં આવ્યો હતો જેમાં 28 જેટલા લોકોના મોત નિપજ્યાં છે અને આ હુમલો સંપૂર્ણપણે પૂર્વયોજિત હતો આટલું જ નહિ પરંતુ ત્યાં હાજર રહેલા લોકોને તેનો ધર્મ પૂછીને અને તેના કપડાં કાઢીને ચેક કરીને ગોળીઓ મારવામાં આવી હતી અને ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને લગભગ 30 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. જેથી કરીને આ હુમલાનો ગામો ગામ વિરોધ થઈ રહ્યો છે.

ત્યારે મોરબી શહેરમાં વિહીપ અને બજરંગદળ દ્વારા મોરબીના દરબારગઢ, નહેરુ ગેઇટ ચોક, રવાપર રોડ, જેલ રોડ, વઘાપરા સહિતના શહેરમાં મુખ્ય વિસ્તારોમાં પોસ્ટર લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે પોસ્ટર લગાવેલ છે તેમાં લખ્યું છે કે, “ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” જેથી તેના વિષે વાત કરતાં વિહિપના જિલ્લા અધ્યક્ષે જણાવ્યુ હતું કે, નિર્દોષ લોકોને તેનો ધર્મ પૂછીને, કપડાં કાઢીને અને કલમા ન પઢી શકે તેને ચેક કરી કરીને ગોળીઓ મારવામાં આવી હતી જેથી કરીને તે લોકો જો ધર્મ પૂછીને ગોળી મારતા હોય તો સનાતની હિન્દુઓને પણ જાગવાનો સમય આવી ગયેલ છે.

વધુમાં મોરબી જિલ્લા વિહિપના પ્રમુખ જીલેશભાઇ કલારિયા કહ્યું હતું કે, કાલે મોરબીમાં શનાળા રોડથી નહેરુ ગેઇટ ચોક સુધીની રેલી યોજાશે અને ત્યાર બાદ નહેરુ ગેઇટ ચોકમાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવશે તેમજ કાલે વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખીને આતંકી હુમલાનો વિરોધ કરવાના છે. ત્યારે મોરબી શહેર અને જીલ્લામાં દરેક હિન્દુઓએ હવેથી હિન્દુઓની સાથે જ આર્થિક વ્યવહારો કરવા જોઈએ તેના માટેનું કાલે આહ્વાન પણ કરવામાં આવશે. 






Latest News