મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મી)માં ફાયરિંગ કરીને આધેડની હત્યા કરવાના ગુનામાં શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની પાંચ રેડ: આઠ શખ્સ પકડાયા


SHARE











મોરબી-વાંકાનેરમાં જુગારની પાંચ રેડ: આઠ શખ્સ પકડાયા

મોરબી અને વાંકાનેર શહેરમાં જુદી જુદી પાંચ જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને આઠ શખ્સોને જુગાર રમતા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને રોકડ રકમ સાથે પકડાયેલા શખ્સોની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવળીની જાંબુડા વાળી સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભુપતભાઈ વાલજીભાઈ મદ્રેસણીયા (35), પંકજભાઈ રમેશભાઈ સોલંકી (28) અને કૈલાશભાઈ પ્રવીણભાઈ વોરા (29) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 15,500 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ એબીસી પાનની બાજુમાં જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ રામજીભાઈ મકવાણા (35) અને અશોકભાઈ કિશનભાઇ તળેટીયા (23) રહે. બંને લાઈન્સનગર સનાળા રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 210 રૂપિયાની રોકડ કબજે કરી હતી જયારે મોરબીના વાંકાનેર દરવાજા પાસે પાણીના ટાંકા નજીક જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા (49) રહે. રણછોડનગર સાંઈબાબા મંદિર પાસે મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર જાહેરમાં વરલીના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેકરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા ઈકબાલભાઈ નૂરમહમદભાઈ ગાલબ (37) રહે. મહેન્દ્રપરા શેરી નં-7 મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 320 રૂપિયાની રોકડ કબજે કરી હતી જ્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલા રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા (28) રહે. સોઓરડી શેરી નં-6 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 1050 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન ખાતે છે






Latest News