મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં ઘરમાંથી દારૂની 37 બોટલ ઝડપાઇ, આરોપીની શોધખોળ


SHARE





મોરબીના વજેપરમાં ઘરમાંથી દારૂની 37 બોટલ ઝડપાઇ, આરોપીની શોધખોળ

મોરબીના વજેપર વિસ્તાર શેરી નં-11 માં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 37 બોટલો મળી આવી હતી જેથી 15,050 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તકલીફ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં-11 માં રહેતા હાર્દિક ગજરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની મોટી 19 તથા નાની 18 આમ કુલ મળીને 37 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 15,050 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઇ ગજરા રહે. વજેપર શેરી નં-11 મોરબી વાળો ઘરે હાજર ન હોવાથી હાલમાં તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

150 લિટર દેશી દારૂ સાથે પકડાયો

મોરબીના લાતી પ્લોટ જોન્સનગર શેરી નં-12 ના નાકા પાસેથી પસાર થઈ રહેલ સ્કૂટર નંબર જીજે 36 એઇ 6277 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્કૂટર ઉપર જઈ રહેલ શખ્સ પાસેથી 90 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 18,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 25,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 43 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી અફઝલ મુબારકભાઈ પઠાણ (19) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો તેને હુસેનભાઇ ખો રહે. જોન્સનગર વાળા પાસેથી મેળવ્યો હોય બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે આવ્યું છે અને બીજા આરોપીને પકડવા માટે તકલીફ ચાલી રહી છેઅને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News