મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડ મુદે ભાજપમાં રહેલા સતવારા સમાજના આગેવાનો કેમ મૌન ?: કલેક્ટર દ્વારા આકરા પગલાં લેવાઈ તેવી કોંગ્રેસની માંગ


SHARE

















મોરબીના 602 જમીન કૌભાંડ મુદે ભાજપમાં રહેલા સતવારા સમાજના આગેવાનો કેમ મૌન ?: કલેક્ટર દ્વારા આકરા પગલાં લેવાઈ તેવી કોંગ્રેસની માંગ

મોરબીમાં વજેપર ગામે જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે જેની તપાસમાં હજુ સુધી કોઈ આરોપીને પકડવામાં આવ્યા નથી ત્યારે આજ મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને 602 જમીન કૌભાંડમાં અધિકારી, નેતા સહિત જે કોઈ લોકો સંડોવાયેલ છે તેની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને ભાજપની સાથે જોડાયેલા સતવારા સમાજના નેતાઓ ભોગ બનેલા સતવાર પરિવાર માટે કેમ બહાર આવતા નથી તેવો પણ અણીદાર સાવલ કોંગ્રેસે કર્યો છે.

મોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને સરકારી રેકર્ડમાં ગંભીર ચેડાં કરીને સતવાર વૃદ્ધ ભીમજીભાઇ બેચરભાઇ નકુમની કરોડો રૂપિયાની જમીનને પચાવી પાડવા માટે કારસો રચવામાં આવેલ હતો જો કે, જમીનના મૂળ માલિકને તેની જાણ થયા બાદ તાત્કાલિક અરજી, રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હતી જો કે, અધિકારીઓ દ્વારા કોઈ કારણોસર ત્વરીત પગલાં લેવામાં આવેલ ન હતા જેથી કરીને કૌભાડ કરનારા તત્વોને ખોટી રીતે કરવામાં આવેલ વારસાઈ એન્ટ્રી આધારે વારસદાર બનેલ મહિલા પાસેથી દસ્તાવેજ કરવા માટેનો સમય મળી ગયો હતો 

જો કે, આ ચર્ચાસ્પદ કૌભાંડમાં આજની તારીખે કોઈ આરોપીને પકડવામાં આવેલ નથી અને છેલ્લા ઘણા મહિનાઓથી શામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવીને કૌભાંડને રફેદફે કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવામાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ દમયંતિબેન નિરંજનીની હાજરીમાં એક વિડીયો બનાવીને સોશયલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં 602 જમીન કૌભાંડનો ભોગ બનેલ પરિવારને ન્યાય આપવાની કોંગ્રેસના આગેવાનોએ માંગ કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, 602 જમીન કૌભાંડની ચર્ચા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે જો કે, ભોગ બનેલા સતવાર પરિવારને આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી અને મોરબીમાં સતવારા સમાજના ઘણા બધા લોકો રહે છે અને ભાજપ સાથે ઘણા બધા સતવારા સમાજના આગેવાનો જોડાયેલ પણ છે તેમ છતાં તેઓ આ કૌભાંડને લઈને હાલમાં મૌન છે જો કે, કોંગ્રેસ ભોગ બનેલા પરિવારની સાથે જ છે અને તેઓને ન્યાય મળે તેના માટે આંદોલન કરવાની પણ કોંગ્રેસની તૈયારી છે જો કે, કલેક્ટર દ્વારા ન માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં ચર્ચાસ્પદ બની ગયેલ આ જમીન કૌભાંડમાં અધિકારી, નેતા કે પછી બીજા જે કોઈપણ સંડોવાયેલ હોય તેની સામે આકાર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. 




Latest News