મોરબી : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ જામીન અરજી પરત ખેંચી લેવી પડી
ટંકારાનાં મીતાણા ગામે ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત, મોરબી નજરબાગ ફાટક પાસે ડેમુટ્રેન હડફેટે સગીરને ઈજા
SHARE







ટંકારાનાં મીતાણા ગામે ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત, મોરબી નજરબાગ ફાટક પાસે ડેમુટ્રેન હડફેટે સગીરને ઈજા
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા લીલાબેન દેવજીભાઈ પારધી નામના 50 વર્ષીય આઘેડ મહીલાને આજે તા.1-5ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે તેમના ખાતે સારવારમાં લઈ જવાયા હતાં અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોરબી લાવતા વખતે રસ્તામાં જ લીલાબેન પારધીનું મોત નિપજયું હતું.
જેથી મૃતદેહને અત્રેની સિવિલે ખસેડાયો હતો. અને બનાવની જાણ થતા મોરબી સીટીએ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક કાગળો તૈયાર કરી બનાવ અંગેની ટંકારા પોલીસને જાણ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા:-
ધ્રાગધ્રાના સોલંકી ગામના હિરાલાલ સુરેશભાઈ ગોલતર નામનો 15 વર્ષનો બાળક બાઈકના બેસીને જતો હતો ત્યારે બાઈક આડે કુતરૂ ઉતરતા સ્લીપ થતા ઈજા પામ્યો હોય અત્રેની શિવમ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો. જયારે શહેરના મહારાણા પ્રતાપ સર્કલથી પીપળી ગામ બાજુ જતા સમયે રોયલ પાર્ક નજીક બાઈક સ્લીપ થઈ જતા બાઈકમાં બેઠેલ કાવ્ય અનિલભાઈ ભુવા (ઉ.વ.12) રહે સુરતને ઈજા થતા શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
ડેમુટ્રેન હડફેટે ઈજા:-
મોરબીના સામાંકાઠે ચામુંડાનગરમાં રહેતો મીન વિનોદભાઈ પરમાર નામનો 15 વર્ષનો બાળક નકરબાગ રેલ્વેફાટક પાસે હતો ત્યાં ડેમુ ટ્રેનની ઝપટે ચડી જતા ઈજા પામતા સિવિલે સારવારમાં લઈ જવાયો હતો, તેમજ માળીયા હાઈવે ઉપરના ભરતનગર ગામના જીવજીવન મોહનભાઈ ગોધાણી (ઉ.વ.55)નું બાઈક સ્લીપ થતા સારવારમાં લઈ જવાયા હતા તે રીતે જ બાઈક પાછળ બેસીને જતા વખતે ગામના પાદરમાં બાઈક સ્લીપ થતા સામુબેન કેશાભાઈ હળવદીયા નામના 62 વર્ષના વૃદ્ધાને સારવારમાં લઈ જવાયા હતા.
યુવાન સારવારમાં :-
માળીયા(મીં)ના ખીરઈ ગામના જયેશભાઈ કરશનભાઈ સાણજા નામનો 45 વર્ષનો યુવાન મોરબી જેતપર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા ઈજા પામતા સારવારમાં ખસેડાયો હતો. જાંબુડીયા પાસેના રોલેક્ષ સિરામીકમાં મશીન ઉપર કામ દરમ્યાન ઈજા થતા રાહુલ ગોર નામના 25 વર્ષના યુવાનને સારવારમાં ખસેડીયો હતો.તેમજ પ્રવિણભાઈ વસંતભાઈ નાગર નામના 62 વર્ષના વૃદ્ધને (રહે.વાવડી રોડ ભગવતી પરામાં) વાવડી રોડ બાઈક સ્લીપ બનાવમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતાં. જયારે બાઈક આડે ભુંડ ઉતરતા સ્લીપ થઈ જતા અમનશા અનવરશા શાહમદાર નામના 16 વર્ષના મકરાણીવાસમાં રહેતા સગીરને ઈજા થતા દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો

