મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત


SHARE







મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત

મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાનો કેનાલની બીજી બાજુનો  રોડને સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવા માટે ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવેલ છે.  

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને દલવાડી સર્કલ જે બાય પાસ રોડ પર આવેલ છે. અને તાજેતરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનાં રોડને વનવે જાહેર કરી દેવામાં આવેલ છે જેથી હવે કોઈ વાહન ચાલકને બાયપાસ જવું હશે તો ભક્તિનગર સર્કલ થઇને જવું પડશે મોરબીમા લીલાપરથી ઉમિયા સર્કલ સુધીનો કેનાલનો બીજી બાજુ નો રોડ C.C. રોડ બનાવવામા આવેલ છે. પરંતુ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો રોડ બનાવવામાં આવ્યો નથી તેઓ આ રોડ કેમ બનાવવામાં આવેલ નથી તે એક મોટો પ્રશ્ન છે. 

થોડા વર્ષો પહેલ જયારે ગંગા જમુના એપાર્ટમેન્ટ બાજુનો રોડ જે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જાય છે. તેને ત્યારના  S.P. દ્વારા વનવે જાહેર કરવામ આવેલ હતો. પરંતુ ત્યાર બાદ આ રોડ શા માટે C.C. રોડ બનવવામાં આવ્યો નથી તેની તપાસ કરવાની જરૂર છે. હવે આ રોડની જરૂરત નથી ? વનવે જાહેર કરવામાં આવેલ હતો તે એક તપાસનો વિષય પણ છે. આ રોડ ના બનાવના કારણે ઉમિયા સર્કલ પાસે  ટ્રાફિક જામની સમસ્યા વારવાર થાય છે. જેથી કરીને આ રોડને C.C. રોડ બનાવીને લોકોની સુવિધા મા વધારે કરવામા આવે અને આ કામને તાત્કાલિક મંજુર કરવામા આવે તેવી માંગ કરેલ છે અને જો કામ કરવામાં નહીં આવે તો મોરબી ના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે. 






Latest News