મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE





મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં જુદાજુદા આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આગામી મહા શિવરાત્રિના દિવસે મોરબીમાં હર હર મહાદેવના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવની શોભાયાત્રાનું આયોજન કર્યું છે

મોરબીમાં સમસ્ત સતવરા સમાજ અને જય મહાકાલ સતવરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી જે રીતે મહા શિવરાત્રિના દિવસે શોભાયાત્રાનું આયોજન કરે છે તેવી જ રીતે આગામી તા. 15/2 ને રવિવારના રોજ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને સવારે 9 વાગ્યે શક્તિધામ મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે જે જડેશ્વર મહાદેવ મંદિર, શાક માર્કેટ, નેહરુ ગેઈટ ચોક, વાઘપરા, બાપા સીતારામ ચોક, ભક્તિનગર સર્કલ થઈ મોઢેશ્વર મહાદેવ મંદિર (મોરગતની વાડી) ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અને ખાસ કરીને જય મહાકાલ સતવરા મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા તેમજ સભ્ય દયારામભાઈ દલવાડીએ જણાવ્યુ છે કે, આ શોભાયાત્રામાં સતવરા સમાજના ભાઈઓ-બહેનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. તેમજ મોરબીના સમસ્ત સનાતન હિન્દુ સમાજને શોભાયાત્રામાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.




Latest News