મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જેલ હવાલે માળીયા મીયાણાના લાંચ કેસમાં વચેટીયા બાદ હવે એસીબીની ટીમે કોન્સ્ટેબલની કરી ધરપકડ વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં રહેતા યુવાનના છોટા હાથી વાહન ઉપર બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ કર્યો પથ્થર મારો મોરબીમાં કોલસા ચોરીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુકત મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીએ એમ.બી.એ. માં અભ્યાસ માટે વિદ્યાર્થીને કરી ફી ની સહાય મોરબી રાજકોટ રોડે બાઇક સાથે ઘોડો અથડાતાં યુવાન સહિત બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા 10 હોસ્પિટલ-1 મોલના સ્ટાફને ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી


SHARE

















મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા 10 હોસ્પિટલ-1 મોલના સ્ટાફને ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી

મોરબી મહાપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં આવેલ હોસ્પિટલ પૈકી 10 હોસ્પિટલ, 1 કમર્શિયલ મોલના કુલ મળીને 120 થી વધુ કર્મચારીને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી વધુમાં ફાયર પ્રિવેનાનના ભાગ રૂપે શાળાઓનું અને હોટેલમાં કાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા શાળા અને હોટેલને નોટીસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી વધુમાં મોરબી જીલ્લામાં પાંચ જુદી જુદી જગ્યાએ આગનાં બનાવ અને એક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

મોરબીમાં ફાયર વિભાગની સતર્કતા તપાસવા માટે મોરબીમાં સામાકાંઠે આવેલ ડી માટે-મોલ ખાતે ફાયર વિભાગ અને ડી માર્ટના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦:૩૮ કલાકે આગ લાગવાની જાણ થતા ૧૦ મિનીટની અંદર ફાયરની ટીમ ઘટના સ્થળ પર હાજર થયા બાદ ફાયર ટીમ દ્વારા પાર્કિંગમાં લાગેલ આગને કાબુમાં લીધેલ હતી અને ત્યારબાદ આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી જગ્યાએ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનું આયોજન કરવામાં આવે  છે તેનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાપાલિકામાં આવેલ હોસ્પિટલ, સ્કુલ, હોટેલમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તેની સમજ આપવાનો હોય છે






Latest News