મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા


SHARE













મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા આજે 39 માં સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન મોરબી નજીક આવે  રિવેરા સિરામિક ખાતે યોજાયા હતા, જ્યાં 24 નવદંપતી શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિએ જોડાયા હતા.

આ સમૂહલગ્નમાં નવદંપતીએને આશીર્વાદ આપવા કલેકટર કે.બી. ઝવેરી, ડીડીઓ નવલદાન ગઢવી, ડીવાયએસપી જે.એમ. આલ અને વી.બી. દલવાડી, ડે. ડીડીઓ એસ.સી. ભટ્ટ, મહામંડલેશ્વર રતનેશ્વરીદેવી, મહંત જયરાજનાથ, હડમતીયા મહંત મેહુલદાસબાપુ, આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ, માજી સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, તાલુકા ભાજપાના માજી પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અધ્યક્ષતા નાથાભાઈ સવાડિયા દ્વારા કરવામાં આવી હતી.

મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન અંગે વિગતો આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, દરેક દીકરીને કરિયાવર પેટે ઘરવખરીની 130 થી વધુ ચીજવસ્તુઓ આપવામાં આવી છે. ભેટમાં ચાંદીના ઝૂડા અને સોનાના દાણા જેવી કિંમતી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. ખૈસ કરીને વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. આ મંડળની લાઈબ્રેરીમાં 2,500 થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. જેમા ધાર્મિક, આધ્યાત્મિક, વાર્તાઓ, બાળવાર્તાઓ તેમજ GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકોનો સંગ્રહ છે. સમૂહ લગ્નમાં આવેલા 100થી વધુ લોકો પોતાની પસંદગીના પુસ્તકો વાંચવા માટે ઘરે લઈ ગયા હતા.

આ સમૂહલગ્નમાં મોરબી ઉપરાંત થાન, વાંકાનેર અને રાજકોટ જેવા શહેરોમાંથી પણ દીકરીઓ જોડાઈ હતી. આ સમૂહલગ્ન પાછળનો મુખ્ય હેતુ સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવાનો અને મધ્યમ વર્ગને આર્થિક ટેકો આપવાનો છે. આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ ગોકલભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઇ એમ. વારનેશિયા, ઈશ્વરભાઈ નારણીયા, વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના કાર્યકારી પ્રમુખ ભાવેશ વામજા સહિતના 100 વધુ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News