મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ


SHARE







મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે હાથ ધરાયેલી ત્રિમાસિક કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી ઉપસ્થિતિમાં જિલ્લા બાળ સુરક્ષા સમિતિ અને બાળ કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો જિલ્લામાં બાળકોની સુરક્ષા અને તેમના સર્વાંગી કલ્યાણ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન 'મિશન વાત્સલ્ય' યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાલક માતા-પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને પીએમ કેર ફોર ચિલ્ડ્રન (PM CARES for Children) યોજના હેઠળના લાભાર્થીઓની સ્થિતિ અને તેમને મળતા લાભો અંગે ગહન મંથન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, જિલ્લાની બાળ સંભાળ સંસ્થાઓનું નિયમિત નિરીક્ષણ, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ની સક્રિયતા અને દત્તક વિધાન પ્રક્રિયાની પ્રગતિ અંગે પણ અધિકારીઓ દ્વારા વિગતો રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં બાળકોના અધિકારો અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમિતિના અન્ય સભ્યોએ પણ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે રચનાત્મક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વાય.જે. જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરશિયા તથા આરોગ્ય અને શ્રમ વિભાગ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News