મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ


SHARE













મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ

મોરબી મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા મિકલત વેરો વસૂલ કરવા માટેની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે મિલકતના આસામીઓ પાસેથી વર્ષ 2025-26નું વિવિધ પ્રકારના ટેક્સનું માંગણું બાકી હોય તેઓની પાસેથી ટેક્સ વસૂલ કરવા માટે હવે મિલકત વેરા શાખાના કર્મચારીઓ દ્વારા મિલકતો સીલ કરવામાં આવી રહી છે તેવામાં આજે મનપાની ટીમે 37 મિલકતોને સીલ કરેલ છે.

મોરબી મનપાની વેરા શાખા દ્વારા જે આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને મિલકતને સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મિલકતવેરો ન ભરનાર 312 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી અને વોરંટની બજવણી કરવામાં આવી હતી છતાં પણ મિલકત વેરો ભરપાઈ ન કરનાર 37 આસામીઓની મિલકતને મનપાની ટીમે સીલ કરી છે આ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ 2,48,40,503 અને જુદા-જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2,12,83,844 ની વેરાની આવક થયેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ છે કે, આગામી સમયમાં મિલકત વેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે, જેથી જે આસામીનો મિલકત વેરો બાકી હોય તેઓએ વહેલી તકે ભરી દેવો જોઈએ નહીં તો મનપા દ્વારા બાકી વેરાને વસૂલ કરવા માટે તેઓની મિલકતને સીલ કરવામાં આવશે.






Latest News