મોરબીની અસ્મિતા: મહાપાલિકા દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની અસ્મિતા: મહાપાલિકા દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ગુજરાત સ્થાપના દિવસે યુવાનોમાં ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવ જાગૃત કરવાના ઉદેશ્યથી મોરબી મહાપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમ "મોરબીની અસ્મિતા'નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાન્સ, ગાયન તેમજ વાદન જેવી વિવિધ પ્રવૃત્તિ રાખવામા આવી હતી. જેમાં કુલ ૬૮ સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવેલ તથા બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિ રહ્યા હતા આ કાર્યક્રમમાં કલેકટર કિરણ ઝવેરી, કમિશ્નર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતમાં મોરબી મહાપાલિકા દ્વારા દરેક પ્રવૃત્તિમાં પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે ૨૦૦૦, ૧૦૦૦ તેમજ ૫૦૦ રુપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.

