મોરબીની અસ્મિતા: મહાપાલિકા દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
મોરબી OSEM CBSE સ્કુલ તથા પ્રિન્સિપાલને બેંગલોર ખાતે સન્માનિત કરાયા
SHARE









મોરબી OSEM CBSE સ્કુલ તથા પ્રિન્સિપાલને બેંગલોર ખાતે સન્માનિત કરાયા
તાજેતરમાં બેંગલોર ખાતે CBSE બોર્ડના વિવિધ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત જનરલ ફોરમ ઈડી કોનક્લેવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં દેશભર ની ૫૦૦ થી વધુ CBSE સ્કુલ ના પ્રિન્સિપાલ ઉપરાંત વિવિધ ક્ષેત્ર ના નિષ્ણાંતો તેમજ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. ITC Gardenia,Bengaluru ખાતે આયોજીત કોનક્લેવ માં ડીઝીટલ ટ્રાન્સફોર્મેશન, હાઈબ્રીડ લર્નિંગ, સ્કીલ ડેવલોપમેન્ટ, હેલ્થ પ્રોગ્રામ સહીત ના CBSE બોર્ડ ના પાઈલટ પ્રોજેક્ટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. CBSE બોર્ડ દ્વારા આયોજીત કાર્ટ બ્લેન્ચ પ્રોજેક્ટ અંતર્ગત મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE સ્કુલ તથા સ્કુલ ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા ને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જે સમગ્ર મોરબી ના શિક્ષણ જગત માટે ગૌરવ ની વાત કહી શકાય. સંસ્થા ના પ્રિન્સિપાલ ના નેતૃત્વ માં શાળા એ મેળવેલ આ સિધ્ધી બદલ OSEM CBSE સ્કુલ ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા તેમજ સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.

