મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ
મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત
SHARE
મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ શેરીની અંદર ઘર અને દુકાન ધરાવતા ઇસમને ત્યાં સાતેક વર્ષની બાળકી નાસ્તો લેવા માટે ગઈ હતી.તે દરમિયાન બાળકીને અંદર બોલાવીને તેણીની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી.જે સંદર્ભે ભોગ બનેલ બાળકીના પરિવાર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાવાજી વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી કરીને પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને બાળકી સાથે શારીરિક અડપલા કરનાર વૃદ્ધને તાત્કાલીક ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ મોચી શેરી પાસેની ફૂલગલી વિસ્તારમાં ઘરની અંદર જ દુકાન ધરાવતા ઈસમ દ્વારા તેની દુકાને નાસ્તો લેવા માટે આવેલ તે વિસ્તારના જ પરિવારની સાતેક વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.જે અંગે બાળકીએ ઘરે જઈને વાત કરતા ભોગ બનેલ બાળકીના પરિવાર દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે જ્યોતિષ કેશવદાસ બાવાજી મહારાજ (ઉમર ૬૪) રહે.ફૂલગલી ગ્રીન ચોક વિસ્તાર મોરબી ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી પોલીસે પોકસો, છેડતી (અડપલા) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગુનાની ગંભીરતા દાખવીને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ દ્વારા તાત્કાલિક આરોપી જ્યોતિષ કેશવદાસ બાવાજી નામના ૬૪ વર્ષના વૃદ્ધની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા રણજીતભાઈ ભુપતભાઈ રાજપુત નામનો ૨૬ વર્ષનો યુવાન કોયલી હળવદના રસ્તેથી બાઇક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં કેનાલ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ હળવદના રાતાભેર ગામના અરજણભાઈ ઘોઘાભાઈ નંદેસરિયા નામના ૨૪ વર્ષના યુવાનને પણ ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.માથક ગામ પાસે અરજણભાઇનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બનેલ જેમાં તેમને ઈજા પહોંચી હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અલ્તાફભાઈ અલ્લારખાભાઇ રાઉમા નામના ૪૩ વર્ષના યુવાનને બાઇક લઈને જતા સમયે ગામ નજીક બાઇક આડે અચાનક કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે અત્રે લાવવામાં આવ્યો હતો.તેમજ મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી ખાતે રહી મજૂરી કામ કરતા પરિવારના વિજયસિંહ બાઈકના પાછળ પોતાની ૧૦ વર્ષની દીકરી નિધિને બેસાડીને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું આ અકસ્માત બનાવમાં નિધી વિજયસિંહ નામની ૧૦ વર્ષની બાળકીને ઇજા થતા સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.તેમજ કચ્છના માધાપર પાસે આવેલ નવાવાસ વિસ્તારમાં રહેતા પરિવારના ભાવનાબેન જયંતીભાઈ વ્યાસ (ઉમર ૪૬) નામની મહિલા પિતા સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ બી.એ.મામુજી નામની દુકાન નજીક તેઓનું બાઈક સ્લીપ થતા અકસ્માતમાં ઇજા થતાં આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.