મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન
હાલ પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદુર અંતર્ગત યુદ્ધ ચાલી રહ્યું હોય, આ યુદ્ધ માટે લોકો માટે સેનાના જવાનો માટે રક્તની જરૂરીયાતને પહોંચી વળવા મોરબીમાં જુદા જુદા સામાજીક સંગઠનો,તંત્ર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મોરબીના સંસ્કાર ઇમેજિંગ દ્વારા સારથી વિદ્યાલય (મહેન્દ્રનગર) ખાતે તાલુકા હેલ્થ ઓફીસના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના નિવૃત શિક્ષક અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પૂર્ણ કાલિન કાર્યકર્તા મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયાએ ૬૨ વર્ષની ઉંમરે ૫૭ મી વખત રકતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના હાજર રહ્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા જયંતીભાઈ શેરસીયા, કેતનભાઇ બોપલિયા, કેશુભાઈ કલોલા,ખરેડા હેલ્થ સેન્ટરના ડો.સબાપરા સાથે વિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રકાશભાઈ તથા મુકેશભાઈ ગામી વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.