મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન
મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન
SHARE
મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાની યોજના ઘડવામાં આવેલ હતી ત્યાં ઓપરેશન સિંદુર હાથ ધરી એર સ્ટ્રાઈક કરવામાં આવેલ હતી અને ત્યાર બાદ હાલમાં ભારત અને પાક. બોર્ડર ઉપર યુધ્ધ જેવી પરિસ્થિતી છે ત્યારે મોરબી જિલ્લા બોર્ડર પાસેનો જિલ્લો છે જેથી કરીને તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને દેશના હિત માટે જવાનો અને નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંગઠનો અને એસો,ને સાથે રાખીને મોરબીની મેડિકલ કોલેજ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે 4 થી રાતના 9 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ ચાલુ રાખવામા આવેલ હતો જેમાં 190 કરતાં પણ વધારે રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રીસીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભુપતભાઈ જારીયા, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી, મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. પ્રદીપ દુધરેજીયા, મોરબી મેડિકલ કોલેજના ડિન ડો. નીરજ બીશ્વાસ, મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ સ્થાનિક આગેવાનો અને રક્તદાતાઓ હાજર રહ્યા હતા