મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત


SHARE











મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ મોડી રાત્રીના ઘરની બહાર કોઈ કારણસર આંટો મારવા માટે નીકળ્યા હતા.જોકે બાદમાં વહેલી સવારના તેઓના ઘરની નજીકથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.ચાલીને જતા સમયે તે પડી ગયા હોય અને માથાના ભાગે ઇજા થવાથી મોત નિપજયુ હોય તેવું હાલ સામે આવ્યું છે.જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-૧૨ માં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ અદગામા કોળી નામના ૬૪ વર્ષના વૃદ્ધ તા.૯ ના મોડી રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ઘર નજીક ચાલવા માટે નીકળ્યા હતા.દરમ્યાનમાં તા.૯ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તેઓના રહેણાંક વિસ્તાર પાસે શેરી નજીક પગપાળા જતા સમયે પડી ગયા હોય અને માથાના ભાગે ઇજા થયેલ હોય તે હાલતમાં કિશોરભાઈ અદગામાનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તેમના ડેડબોડીને અત્રેની સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.અહીં તેઓનું પીએમ કરવામાં આવેલ અને પોલીસમાં જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં

મોરબીના જેતપર રોડ નવી પીપળી ખાતે રહેતા વિષ્ણુભાઈ પિરાઝભાઈ મસજુદ નામના ૩૭ વર્ષીય યુવાનને ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા સમયે ઇલે.શોર્ટ લાગ્યો હતો.જેથી કરીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર રોડ માણેક સોસાયટી ખાતે રહેતા પરિવારની શ્રેયા તુષારભાઈ રાણપરા નામની ૧૪ વર્ષની બાળકી સાયકલ લઈને જતી હતી.ત્યારે ઘર નજીક અજાણ્યા એકટીવા સાથે અથડામણ થતા ઇજાગ્રસ્ત શ્રેયા રાણપરાને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના શનાળા ગામે રહેતા શક્તિસિંહ વિશ્વજીતસિંહ ઝાલા નામના ૪૦ વર્ષના યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અત્રે આઈસીયુ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબીના વાવડી રોડ સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે રહેતા અશ્વિન સરજુદાસ નીમબરાઈ નામના ૩૨ વર્ષના યુવાનને વાવડી રોડ પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને પણ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસેથી જઈ રહેલ બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયુ હતુ.જેથી કરીને પિતાના બાઈકની પાછળ બેસીને જઈ રહેલ રૂદ્ર વિમલભાઈ કુંવરિયા (ઉમર ૧૫) રહે.ખત્રીવાડ મોરબી ને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-કંડલા બાયપાસ ગજેન્દ્ર પાર્ક ખાતે રહેતા રેવીબેન ડાયાભાઈ કવાડિયા નામના ૭૬ વર્ષીય વૃદ્ધાને તેઓના ઘર પાસેથી બાઈક પાછળ બેસીને જતા સમયે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News