અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રભારી રામભાઈ ગઢવીનું અભિવાદન
SHARE
અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રભારી રામભાઈ ગઢવીનું અભિવાદન
ચારણ સમાજનુ રાજકિયક્ષેત્રનુ ગૌરવ યુવા એડવોકેટ રામભાઈ ગઢવી(કચ્છ) ની મોરબી જીલ્લા ભાજપના પ્રભારી તરીકે નિમણુંક થયા બાદ રામભાઈ ગઢવી મોરબી જીલ્લાના પ્રવાસે આવ્યા હતા.જે અંતગૅત ખાસ સમય ફાળવી મોરબી ચારણ ગઢવી સમાજના સંગઠન ABCGMY મોરબી જીલ્લા કાયાૅલયની શુભેચ્છા મુલાકાતે પધારી પોતાની સમાજ ભાવના વ્યકત કરી હતી. આ તકે ABCGMY મોરબી પરીવાર દ્વારા રામભાઈ ગઢવીનું મોરબી ABCGMY ના માર્ગદર્શક, જાણીતા રાજકિય આગેવાન પ્રભાતદાન મિશણ, મોરબી તાલુકા અધ્યક્ષ અને ઉધોગપતિ દિનેશભા ગુઢડા, મોરબી જીલ્લા અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવી, મિડિયા પ્રભારી મેહુલભા ગઢવી, આઇટી પ્રભારી વિજયભા રતન, ક્ષત્રિય આગેવાન જયદિપસિંહ ઝાલા, યુવરાજ ગઢવી વગેરેએ રામભાઈ ગઢવીનુ ABCGMY મોરબી વતી શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરીને રાજકિયક્ષેત્રે પ્રગતિ માટે વિશેષ શુભેચ્છાઓ આપી હતી.