અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રભારી રામભાઈ ગઢવીનું અભિવાદન
ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ
SHARE
ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ
મોરબી પી.પી. જોષી જીલ્લા મત કે સુરક્ષા સભ્ય મોરબી તા.૨૯-૧૧ ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં બીન વારસી વાહોનનો નિકાલ કરવા બાબત
સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે હાલમાં ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસે કબજે કરેલ બીનવારસુ વાહનનો ઘણા પડેલ છે આ સિવાય અન્ય ગુનામાં પણ કબજે કરેલ વાહનો અસંખ્ય પોલીસ સ્ટેશનમાં પડેલ છે . જેથી અરજદારો કે સ્ટાફને વાહન રાખવાની પણ જગ્યા નથી આ વાહનોની નિયમ અનુસાર હરરાજી કરવામા આવે તો સરકારને કરોડો રૂપિયાની આવક થાય તેમ છે જે વાહનો હાલમાં ઘણા સમયથી સડી રહેલ છે અને ખોટી જગ્યા રોકી રહેલ છે અંતમાં આવા વાહનો સડી જાય બાદ હરરાજી કરવામાં આવે તો સરકારને ઘણી જ નુકશાની થાય છે હાલમાં આવા વાહનોની કન્ડીશન સારી છે જેથી સરકારે આવા વાહનની સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂપિયાની આવક થાય તેમ છે . અને પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા થઈ શકે તેમ છે . હાલમાં એટલા વાહનો ભરાવો પડયો છે જેથી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ વાહનો રાખવાની પોલીસ ખાતે ફરજ પડે છે . તો આવા વાહનો સરકારે આવા વાહનોની હરાજી કરી સરકારને આવક મેળવી લેવી જોઈએ આ બાબતે આપ સાહેબ અંગત રસ લેવો જોઈએ.