મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE

















ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીના બેલા રંગપર ગામે રહેતા યુવાને ટંકારામાં મકાનની ખરીદી કરી હતી જે મકાનના માલિકે એક મહિના પછી મકાન ખાલી કરીને આપવાનું કહ્યું હતું જો કે, એક વર્ષ સુધી મકાન ખાલી કરીને આપ્યું ન હતું જેથી મકાન લેનાર યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની મકાન વેચનાર સહિત કુલ પાંચ શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા-રંગપર ગામે રહેતા અંતિમસિંહ બંનેસં જાડેજા (39)હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ અકબરશા સરવદી અને અલીશા અકબરશા સરવદી રહે. બધા ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ તેનું ટંકારા ગામે સર્વે નં.1526 A ની ચો.મી. 3182.27 જગ્યામાં આવેલ મકાન ફરિયાદીને વર્ષ 2023 માં વેચાણ આપ્યું હતું અને તે મકાન માટેના રૂપિયા પણ આરોપીઓને ચૂકવી દીધેલ છે જો કે, જે તે સમયે આરોપીઓ દ્વારા મકાનનો કબજો એક મહિના પછી દેવાનું કહેવામા આવ્યું હતું જેથી ફરિયાદી માનવતાની રીતે એક મહિનાનો સમય તેઓને આપેલ હતો જો કે, ત્યાર બાદ આરોપીઓએ મકાન ખાલી કર્યું ન હતું જેથી ફરિયાદી કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જેમાં ફરિયાદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં ભોગ બનેલ યુવાનને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં મચ્છુ બ્રીજ પાસે આવેલ રેલવે ફાટક નજીકથી બાઈક ઉપર ગુલામરસુલ કરીમભાઈ જામ (21) રહે. અમદાવાદ વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News