મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નમાં 42 નવ યુગલો લગ્નગ્રંથીએ જોડાયા: સમાજને વ્યસન-કુરિવાજોથી દૂર રહેવા અને બાળકોને વધુ શિક્ષણ આપવા સહુ કોઇની ટકોર


SHARE

















મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નમાં 42 નવ યુગલો લગ્નગ્રંથીએ જોડાયા: સમાજને વ્યસન-કુરિવાજોથી દૂર રહેવા અને બાળકોને વધુ શિક્ષણ આપવા સહુ કોઇની ટકોર

મોરબીમાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા લીલાપર- કેનાલ રોડ ઉપર આવેલ ઉમિયા નવરાત્રીના ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા એક જ માંડવે 42 દિકરીઓના સંતો મહંતો, રાજકીય અને સામાજીક આગેવાનોના આશિર્વાદ સાથે લગ્ન સંપન્ન થયા હતા અને આ તકે સંતો મહંતો સમાજ શ્રેષ્ઠિઓ દ્વારા સમાજના લોકોને વ્યસનથી દૂર રહેવા, દિકરી વિક્રય સહિતના કુરીવાજોને છોડવા અને સંતાનોને વધુમાં વધુ શિક્ષણ આપવા માટેની ટકોર કરવામાં આવી હતી

મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા શાહીસમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા અને આ તકે શ્રી વડવાળા મંદિર- દુધરેજના મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ, રામબાલકદાસજી બાપુ અને બંસીદાસજી બાપુ સહિતના સંતો-મહંતો તેમજ સમાજ રત્ન અને દાનવીર એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમાણી અને સહિત અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને નવદંપતિને આર્શીવાદ આપ્યા હતા

આ સમૂહલગ્નમાં આવે જાનનો વરઘોડો મોરબીના સર્કિટ હાઉસ પાસેથી શરૂ કરવામાં આવ્યો હતો અને રવાપર ચોકડીથી લગ્ન મંડપ સુધી ભવ્ય સામૈયુ કર્યુ હતુ જોમા ઊંટ, બળદ ગાડા, ઘોડા અને પરંપરાગત વસ્ત્રો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારે રસ્તા ઉપર હુડો, ટીટોડો સહિતના રસની રમઝટ બોલી હતી અને આ સમૂહલગ્નની વિષેતાએ હતી કે માત્ર નબળા પરિવારની દિકરીઓ અને દિકરા નહી પરંતુ શિક્ષિત તેમજ સરકારી નોકરી કરતાં હોય તેવા દીકરા દીકરીઓ હોંશભેર સમુહલગ્નમાં જોડાયા હતા. ખાસ કરીને સંતો મહંતો તેમજ સમાજના આગેવાનો દ્વારા સમાજના લોકો વ્યસનથી દૂર થાય, દીકરી વિક્રય સહિતના કુરિવાજને છોડે અને દીકરા તેમજ દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ આપે તેવી ટકોર કરવામાં આવી હતી

મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે કે, રબારી સમાજ પર્યાવરણ તેમજ પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે. જેની ઝાંખી આ સમૂહલગ્નોત્સવમાં લોકોને જોવા મળી છે આટલુ જ નહી. પર્યાવરણના જતન માટે દરેક દીકરા અને દીકરીના ગામમાં 100-100 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યુ છે. અને આ સમૂહલગ્નના ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સમાજના ભામાશાઓ સહિત સમુહલગ્નમાં જોડાયેલા દરેક પરિવારો તરફથી વડવાળા યુવા સંગઠનને સહકાર મળ્યો છે ત્યારે આ કાર્યક્રમ સફળ થઈ શક્યો છે અને આવાને આવા સમાજ ઉપયોગી કાર્યક્રમો ભવિષ્યમાં પણ વડવાળા યુવા સંગઠન દ્વારા કરવામાં આવશે.

 

મોરબી ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુકિત અભિયાન

શ્રી વડવાળા યુવા સંગઠન આયોજિત સમૂહ લગ્નમાં મોરબી ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ પ્રદર્શની અને પુસ્તક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક યુવાન હજુ એક મહિનાથી માવાનું વ્યસન ચાલુ કરેલ તેને યોગ્ય માર્ગદર્શન આપી વ્યસન મુકત કરાવ્યો હતો તેમજ બીજા બે નાના બાળકો છેલ્લા ઘણા સમયથી વ્યસન કરતા હતા તેમને યોગ્ય માર્ગદર્શન આપીને વ્યસન મુક્ત કર્યા હતા અને ગાયત્રી પરિવાર દ્વારા દરેક માં બાપને તેઓના બાળકોના સારા ભવિષ્ય માટે વ્યસનથી દૂર રાખવામા માટેની અપીલ કરવામાં આવી હતી.




Latest News