મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસિંગ બોર્ડમાં ઘરમાંથી દારૂની 6 બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE









મોરબીના હાઉસિંગ બોર્ડમાં ઘરમાંથી દારૂની 6 બોટલ સાથે આરોપીની ધરપકડ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મંદિર પાસે રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે 16,360 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મંદિર પાસે આવેલ મકાન નંબર-35 માં રહેતા હિતેન્દ્રસિંહ જાડેજાના ઘરે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 6 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 16,360 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ જાડેજા (51) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર-35 વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મહેન્દ્રનગર ગામે રહેતા કોમલબેન સંજયભાઈ વીડજા (33) નામની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

રાજકોટમાં આરટીઓ પાછળ આવેલ માલધારી સોસાયટીમાં રહેતા વાલીબેન ચંદુભાઈ સોલંકી (40) નામના મહિલા મોરબી તાલુકાના મોડપર ગામ પાસેથી બોલેરોમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બોલેરો ગાડીમાંથી નીચે પડી જતા તેમને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News