મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં ડીમાન્ડ સર્વે કેમ્પનું આયોજન
ટંકારા મામલતદાર ઓફિસમાં લાગેલ આગ સમયસર કાબુમાં આવી જતાં મોટી દુર્ઘટના ટળી
SHARE
ટંકારા મામલતદાર ઓફિસમાં લાગેલ આગ સમયસર કાબુમાં આવી જતાં મોટી દુર્ઘટના ટળી
ટંકારામાં આવેલ મામલતદાર ઓફિસ ખાતે આજે ઓફિસ ખોલવામાં આવી ત્યારે ત્યાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રીક બોર્ડ પાસે કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થયું હતું અને જોત જોતામાં ત્યાં આગ લાગી હતી જોકે ટંકારા મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારી દ્વારા ફાયરના સાધનોનો ઉપયોગ કરીને તાત્કાલિક ઇલેક્ટ્રિક બોર્ડ ઉપર લાગેલ આગને કાબુમાં લેવામાં આવી હતી જેથી મોટી દુર્ઘટના શહેરમાં ટળી હતી
મોરબી જિલ્લાના ટંકારામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા મામલતદાર ઓફિસ આવેલ છે અને તે ઓફિસમાં આજે સવારના સમયે ઓફિસે અધિકારીઅને કર્મચારીઓ આવ્યા હતા અને તેઓ તેઓનું કામકાજ કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણોસર મામલતદાર ઓફિસમાં સીડીની નીચેના ભાગમાં મૂકવામાં આવે ઈલેક્ટ્રીક બોર્ડ પાસે કોઈ કારણોસર શોર્ટ માર્કેટ થયું હતું અને ત્યારબાદ જોત જોતામાં ત્યાં આગ લાગી હતી જેથી મામલતદાર ઓફિસની અંદર મૂકવામાં આવેલા ફાયરની બોટલો સહિતના સાધનોનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રીક બોર્ડ પાસે લાગેલ આગને કાબૂમાં કરવા માટેના પ્રયત્નો અધિકાર અને કર્મચારી દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે ઓફિસમાં જ સાધનો હોવાના કારણે તાત્કાલિક તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી આગ વિકરાળ રૂપ ધારણ કરે તે આ પહેલા તેને કાબૂમાં લઈ લેવામાં આવી હતી જેથી મામલતદાર ઓફિસમાં અન્ય બીજી કોઈ નુકસાની કે સરકારી રેકોર્ડિંગ નુકસાન થયેલ નથી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળે છે.