મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં ડીમાન્ડ સર્વે કેમ્પનું આયોજન


SHARE

















મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં ડીમાન્ડ સર્વે કેમ્પનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ ૩૦ ચો.મી. થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ ૧,૫૦,૦૦૦ અને રાજ્ય સરકાર દ્વારા રકમ ૨,૫૦,૦૦૦ એમ કુલ મળીને ૪,૦૦,૦૦૦ ની સહાય ૪ (ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે

જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ ૩ ત્રણ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર કેમ્પ (મેળા)ઓનું આયોજન કરવામાં આવે છે.

જે કેમ્પ (મેળા) યોજાશે તેમાં મોરબીમાં સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર (બાળ મંદિર ) ખાતે તા. ૨૬/૦૫/૨૦૨૫, રામદેવ નગર મેઈન રોડ બાળા હનુમાનજી મંદિર આગળ બગીચામા તા. ૨૮/૦૫/૨૦૨૫, સાંઈબાબા મંદિર રણછોડનગર વી.સી.પરામાં તા. ૨૮/૦૫/૨૦૨૫, શક્તિમાં મંદિર શનાળા તા. ૩૦/૦૫/૨૦૨૫ અને દલવાડી સર્કલ, પચીસ વારિયા ખાતે ૩૧/૦૫/૨૦૨૫ ના રોજ યોજાશે જેનો જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા મહાપાલિકાન ડેપ્યુટી કમિશ્નરે અનુરોધ કર્યો છે.




Latest News