મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી લાતી પ્લોટ પાછળથી 108 બોટલ દારૂ-બિયર પકડાયો, આરોપીની શોધખોળ


SHARE

















મોરબી લાતી પ્લોટ પાછળથી 108 બોટલ દારૂ-બિયર પકડાયો, આરોપીની શોધખોળ

મોરબી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે શહેરના લાતી પ્લોટ વિસ્તાર પાછળ તળાવના કાંઠા પાસે રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી દારૂ-બિયરની ૧૦૮ બોટલો મળી આવી હતી.જેથી દારૂ બિયરનેઠો જથ્થો જપ્ત કરીને એક ઇસમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હાલ તેની શોધખોળ ચાલુ હોવાનું પોલીસે જણાવેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ શહેરના લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર-૮ પાછળ તળાવના કાંઠે ગેસના ગોડાઉન પાસે રેડ કરી હતી.ત્યારે ત્યાં સરોવરની પાળ તરીકે ઓળખાતા વિસ્તાર પાસેથી દારૂની ૩૬ બોટલ તથા બિયરના ૭૨ ટીન મળી આવ્યા હતા.જેથી કુલ મળીને રૂા.૧૮,૦૦૦ ની કિંમતના દારૂ-બિયરના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો અને અસલમ હાજી ખોડ રહે.લાતી પ્લોટ શેરી નંબર-૮ મોરબી સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી તેને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

દુષ્કર્મના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા પરિવારની યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.જે અંગે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાયેલ હતી અને તપાસ બાદ તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ તથા રાઇટર નારણભાઈ છૈયા દ્વારા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ શંકર ઉર્ફે કલ્પેશ સુમનભાઈ નાયકા (૨૧) રહે.હાલ ધુળકોટ ગામની સીમમાં રાજુ પટેલની વાડીએ તા.મોરબી મૂળ રહે.સીરોજ નિશાળ પાસે છોટાઉદેપુરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

માળિયા મીંયાણાના મોટાભેલા ગામે રહેતા સંજયભાઈ લાલજીભાઈ સરડવા નામના ૩૯ વર્ષીય યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લવાયો હતો.તે મોટાભેલાથી સરવડ ગામ જતા હતા.ત્યારે સીએનજી રીક્ષા સાથે અથડામણ થતા ઇજા પામતા સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના ઘનશ્યામપુર ગામના મધુબેન ઘનશ્યામભાઈ જાંબુકિયા નામના ૫૪ વર્ષના આધેડ મહિલા બાઇકમાં બેસીને જતા હતા.ત્યારે કોઈબાના રસ્તે તેમનું બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.

ઢોર હડફેટ ઇજા

મોરબીના શનાળા રોડ ચિત્રકૂટ સોસાયટી પાસેથી બાઇક લઈને જઈ રહેલ ગોવિંદ અજીતભાઈ કંજારિયા (૪૫) રહે.ગીતા મીલ પાસે પંચાસર રોડના બાઇકને ઢોરે ઢીક મારી હતી.ત્યારે બાઈક સહિત નીચે પડી જતા ગોવિંદભાઈને સારવાર માટે આયુષ હોસ્પિટલ લઈ જવાયા હતા. માળીયા મીંયાણાના ચીખલી ગામે થયેલ મારામારીના બનાવમાં કાનજી જીવાભાઇ સુરેલા (૨૦) રહે.ભાવપર માળિયાને ઇજા થતા અત્રે સારવારમાં લવાયો હતો




Latest News