મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE

















મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજામોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે પાણીનો સંપ આવેલ છે. અને તે સંપમાંથી માળીયા, વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતમાં પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવે છે જો કે, વિસ્તારના લોકો માટે પાણી સપ્લાઈની પાઈપલાઈનમાંથી ઉદ્યોગોને અનેક જગ્યાએ ગેરકાયદે કનેકશન આપવામાં આવ્યા હોય લોકોના ઘર સુધી નિયમિત અને પૂરતા પ્રમાણમા પાણી આવતું નથી જેથી લોકોને પાણી માટે હેરાન થવું પડે છે અને કેટલાક વિસ્તારમાં રહેતા લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે તેવી પરિસ્થિતી છે જેથી કરીને માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમા પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News