મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા લૂંટા કેસ: કારખાનનો શેડ ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાયો


SHARE









ટંકારા લૂંટા કેસ: કારખાનનો શેડ ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાયો

ટંકારા નજીક આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનામાં ટંકારા નજીક કારખાનુ ધારવતા શખ્સને પકડીને પોલીસે તેને રિમાન્ડ મેળવ્યા છે જો કે, તે કારખાનાનો શેડ ભાડે રાખવામા આવ્યો હતો પરંતુ તેના ભાડા કરારની નકલ પોલીસને આપવામાં આવી ન હતી જેથી શેડના માલિકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

રાજકોટના રહેતા આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ ભાલોડીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 90 લાખની લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પહેલા પોલીસે પહેલા બે આરોપીને પકડ્યા હતા જે હાલમાં રિમાન્ડ ઉપર છે જો કે, આ ગુનામાં હજુ પાંચ આરોપી હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર અને એક અજાણ્યો શખ્સ પકડવાના બાકી છે તેવામાં પકડાયેલ આરોપીઓ જે જગ્યા ઉપર રોકાયેલ હતા તે કારખાના વાળા દિગ્વિજય અમરાશીભાઈ ઢેઢી (32) રહે. લખધીરગઢ વાળાની ધરપકડ કરેલ હતી અને તેના 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે અને આ શખ્સે જ ટીપ આપી હોવાનું સામે આવ્યું છે જો કે, દિગ્વિજય ઢેઢીએ જબલપુર રોડે આવેલ બાલાજી કયોર નામના કારખાનામાં આરોપીને રાખ્યા હતા તે કારખાનાનો શેડ તેને ભાડે રાખેલ હતો જો કે, શેડના માલિકે ભાડા કરારની કોપી પોલીસને આપેલ ન હતી જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટંકારાના લતીપર રોડ ઉપર જબલપુર ગામની સીમમાં બાલાજી કોયર નામનો કારખાનાનો શેડ ભાડે આપનારા અંબારામભાઈ પોપટભાઈ બોડા (76) રહે. જબલપુર તાલુકો ટંકારા વાળાની સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News