મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા સગીર વયની પુત્રીએ આત્યંતિક પગલું ભરી લેતા સારવારમાં દાખલ


SHARE

















મોરબીમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા સગીર વયની પુત્રીએ આત્યંતિક પગલું ભરી લેતા સારવારમાં દાખલ

મોરબીના ભડીયાદ ગામની પાસે આવેલ કારખાનાના લેબર કવાટર ખાતે સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીને બેભાન હાલતમાં અત્રેની હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયેલ છે.

 મોરબી તાલુકાના પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુનીતાબેન ઉપેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.12) મુળ રહે. પુનાવટી છોટા નવાધ બીહાર હાલ રહે.મોરબી સોકા સેનેટરીના લેબર કવાટર ભડીયાદની સીમ ખાતેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ જતા તેને ગંભીર હાલતમાં (બેભાન હાલતમાં) અત્રેની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવેલ છે. બનાવને પગલે હોસ્પીટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બીટ જમાદાર એમ.પી. ઝાલા તપાસ માટે ગયા હતા.જયાં સગીરાના પરીવારજનો પાસેથી મળેલ વિગતો મુજબ સુનિતાને રસોઈ બનાવવા બાબતે તેની માતાએ સામાન્ય ઠપકો આપ્યો હતો જે બાબતનું મનોમન લાગી આવતા તેણીએ ઉપરોકત પગલુ ભરી લીધુ હતું..!

ઈલેકટ્રીક શોક લાગતા સારવારમાં

 મોરબીના સામાકાંઠે કહેન્દ્રનગર ગામે રહેતા રાજેશભાઈ મગનભાઈ કાલરીયા (ઉ.45)ને મહેન્દ્રનગર ચોકડી પાસેના ધ્રુવ પાણીના પ્લાન્ટમાં કામ દરમ્યાન ઈલે. શોટ લાગતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે માનસર ગામ નજીક રીક્ષા પલ્ટી મારી જતા નરેશ ગોરધનભાઈ હળવદીયા (ઉ.26) રહે. સાદુળકા તા.મોરબીને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

તેમજ ઘુંટુ ગામે થયેલી મારામારીમાં ઈજા થતા લાલાભાઈ રામજીઙાઈ દેત્રોજા નામના 35 વર્ષના યુવાનને સિવિલે સારવારમાં ખસેડાયો હતો જયારે બોડકી અને જીંજુડા ગામની વચ્ચે બાઈક સ્લીપ થવાની ઘટનામાં સલીમ બાવલભાઈ જામ (25) રહે. જીંજુડા તા.મોરબીને સારવારમાં લઈ જવાયો હતો.

દરવાજો પડતા બાળક સારવારમાં
 મોરબી તાલુકાના જીકીયારી ગામે ઘરનો લોખંડનો દરવાજો માથે પડતા કુલદીપ ભરતભાઈ અદગામા નામના પાંચ વર્ષના બાળકને અત્રે આયુષ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

જયારે મહેન્દ્રનગર ગામની ચોકડી પાસેના સીએનજી પંપ પાસે બાઈક સાથે બાઈક અથડાતા જયેશ વાસુદેવભાઈ દેથરીયા (35) રહે. મહેન્દ્રનગર ગામ પાસે બનેલ અન્ય એક અકસકમાત બનાવમાં ઈજા પામેલ ચિરાગ પ્રકાશભાઈ ઉધરેજા (24) રહે. વાઘગઢ ધ્રાંગધ્રાને અત્રેની શિવમ હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયો હતો.

જયારે જેતપર રોડ યમુના કંપની પાસેના શ્યામ કિરાણા સામે બાઈક સ્લીપ થઈ જતા મુળ એમપી હાલ મોરબી રહેતા મુકેશ ગેહલોત (ઉ.37)ને સારવારમાં લઈ જવાયો હતો. માણેકવાડા ગામના મહમદ હુશેન અલીભાઈ સુમરા નામના 38 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે ખસેડાયો હતો. જેથી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી




Latest News