મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની સિલ્વર પાર્ક અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક-એક વૃદ્ધે જીવનનો અંત આણ્યો


SHARE









મોરબીની સિલ્વર પાર્ક અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક-એક વૃદ્ધે જીવનનો અંત આણ્યો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં તેમજ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા બે વૃદ્ધોએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસા ખાઈ લીધા હતા જેથી તે બંનેના વૃદ્ધના મોત નીપજયાં હતા આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં કલ્યાણ ગ્રામ શાળાની બાજુમાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચાવડા (60) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા સંજયભાઈ રમેશભાઈ ચાવડા (29) રહે. જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મણીલાલ કારીયા (60) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

અકસ્માતના બનાવમાં ઇજા

મોરબીના સનાળા રોડ પર રહેતા દેવેન્દ્રભાઈ જીવરામભાઈ ટાંક (58) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર આવેલ રેવા ટાઉનશિપ પાસેથી બાઈક ઉપર જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થવાથી તેમને સારવાર માટે લઈને આવ્યા હતા જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો એજાજ ઘાંચી (22) નામનો યુવાન નવલખી રોડ પર આવેલ કુબેરનગર રોડ પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપી હતી અને આ બંને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News