મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતીની સગાઈ તોડાવવા ઇનસ્ટાગ્રામમાં બોગસ આઈડી બનાવીને ફોટો-મેસેજ વાયરલ કર્યા !, આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં યુવતીની સગાઈ તોડાવવા ઇનસ્ટાગ્રામમાં બોગસ આઈડી બનાવીને ફોટો-મેસેજ વાયરલ કર્યા !, આરોપીની ધરપકડ

સોશિયલ મીડિયામાં બોગસ નામથી એકાઉન્ટ બનાવીને ઘણી વખત લોકો બદનામ કરવા માટે તેમજ પોતાનો ગોલ પૂરો કરવા માટે ફોટો અને વિડીયો વાઇરલ કરવામાં આવે છે. આવી જ ઘટના મોરબી જિલ્લામાં બને છે જેમાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે યુવતીના નામનું બોગસ ઇનસ્ટાગ્રામમાં આઈડી બનાવીને તેમાં ફોટો અને મેસેજ અપલોડ કરવામાં આવ્યા હતા તેમજ તે યુવાનના વ્હોટ્સએપમાં “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” તેવો મેસેજ કરીને યુવાનને હેરાન પરેશાન કરવામાં આવેલ હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇટી એક્ટ મુજબનો ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી કોઈ વાંધો નથી પરંતુ તેનો દુરુપયોગ થાય ત્યારે ગુનાહિત કૃત્યો થઈ જતાં હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી છેલ્લા વર્ષોમાં સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વ્યુઝ અને લાઈક મેળવવા માટે જોખમી સ્ટંટ કરવામાં આવે, બોગસ નામ ધારણ કરીને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવામાં આવે અથવા તો તેઓને બ્લેકમેલ કરવામાં આવે તેવી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે તેવામાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનની સગાઈ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે કરવામાં આવી હતી જો કે, આ યુવાનની સગાઈ તોડાવવા માટે જે યુવતી સાથે સગાઈ થયેલ હતી તેના નામથી જ લાલજીભાઈ રેવાભાઇ ટોટા નામના શખ્સે બોગસ ઇનસ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને ત્યાર બાદ તે યુવતીના ફોટો અને મેસેજ તેમાં અપલોડ કરવામાં આવ્યા હતા જે ફરિયાદી યુવાનના ધ્યાન ઉપર આવતા તેણે આ બાબતે જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ખરાઈ કરી હતી ત્યારે તેણીએ ઇનસ્ટાગ્રામમાં કોઈ આઈડી બનાવ્યું નથી તેવું કહ્યું હતું. એટ્લે કે તે યુવતીના નામથી બોગસ આઈડી બનાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ ફરિયાદી યુવાનના વોઇટ્સએપમાં લાલજીભાઈ ટોટા નામના વ્યક્તિએ મેસેજ મોકલ્યો હતો કે, “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” આમ યુવાનની સગાઈ તોડાવવા અને તેને હેરાન પરેશાન કરવા માટેનો પ્રયાસ કરનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તાલુકાનાં પીઆઇ એસ.કે. ચારેલ અને તેણી ટીમે આરોપી લાલજીભાઈ રેવાભાઇ ટોટા (21) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News