મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારા નજીક રિક્ષા બોલેરો ગાડી પાછળ અથડાતાં એક જ પરિવારના ચાર લોકોને ઇજા


SHARE

















ટંકારા નજીક રિક્ષા બોલેરો ગાડી પાછળ અથડાતાં એક જ પરિવારના ચાર લોકોને ઇજા

ટંકારા નજીક મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર હોટલની સામેના ભાગમાં રીક્ષા અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ચાર લોકોને ઈજા થયેલ છે જેથી તેઓને 108 મારફતે સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા લલીતાબેન કિશોરભાઈ તેઓના દીકરા અમરભાઈ કિશોરભાઈ, પુત્રવધુ શોભનાબેન અમરભાઈ, અને પૌત્ર રાજ અમરભાઈ સાથે સીએનજી રીક્ષા નંબર જીહે 3 બીએક્સ 9500 માં બેસીને મોરબીથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા દરમિયાન ટંકારાથી આગળના ભાગમાં રાજકોટ તરફ આવેલ ખજુરા હોટલ સામેના ભાગમાં બોલેરો ગાડી નંબર જીજે 36 વી 6165 ની પાછળના ભાગમાં સીએનજી રીક્ષા અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ચારેય વ્યક્તિઓને ઈજા થહોવાથી તેઓને સારવાર માટે 108 મારફતે પ્રથમ ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબી લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News