મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: છ શખ્સ ઝડપાયા


SHARE









મોરબીમાં જુગારની બે રેડ: છ શખ્સ ઝડપાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટી પાસે તેમજ માધાપરના ઝાપા પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને કુલ મળીને 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વીસીપરમાં આવેલ મદીના સોસાયટી શેરી નંબર એકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રહીમભાઈ મહમદભાઈ સુમરા (45) રહે.. મદીના સોસાયટી મહમદહુસેનભાઇ હમીરભાઇ સુમરા (33) રહે. મદીના સોસાયટી, જયદીપભાઇ કાળદાભાઈ આલ (25) રહે. યમુનાનગર અને ગણેશભાઈ પ્રવીણભાઈ ઉઘરેજા (21) રહે. વીરપર તાલુકો ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,200 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મોરબીમાં માધાપરના ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નરેશભાઈ લક્ષ્મણભાઈ નકુમ (51) રહે વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસે મોરબી તથા પરસોતમભાઈ દેવરાજભાઈ ડાભી (64) રહે માધાપર શેરી નંબર બે વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 5100 ની રોકડ કબ્જે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદમાં તળાવ પાસે વરલીના આંકડા લેતા એક પકડાયો

હળવદમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર રોડ ઉપર તળાવના કાંઠે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ભુપતભાઈ ઉર્ફે મુન્નો લખમણભાઇ બજાણીયા (35) રહે ટીકર રોડ રેલવે કોલોની પાસે હળવદ વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 960 રૂપિયાની રોકડ કબજે કરી હતી




Latest News