હળવદના વેગડવાવ ગામે બાઈક આઘું કરવાનું કહેતા કાકાને બે ભત્રીજા, ભાઈ-ભાભી સહિત કુલ છ લોકોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદના વેગડવાવ ગામે બાઈક આઘું કરવાનું કહેતા કાકાને બે ભત્રીજા, ભાઈ-ભાભી સહિત કુલ છ લોકોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના વેગડવાવ ગામે ઘરના રસોડાના બારણા પાસે યુવાનના ભત્રીજાએ બાઈક પાર્ક કર્યું હતું જે બાઇકને આઘુ કરવા માટે થઈને યુવાને તેના ભત્રીજા ને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા બે ભત્રીજા તથા ભાઈ ભાભી ભત્રીજી સહિત કુલ છ લોકો લોખંડના પાઇપ, ધારિયા, લાકડાના ધોકા લઈને તેને ઘર પાસે આવ્યા હતા અને ત્યાં યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ ચતુરભાઈ સુરેલા (42) એ હાલમાં તેના ભત્રીજા વિષ્ણુ ઉર્ફે ટાઈગર રામજીભાઈ સુરેલા, ભાઈ રામજીભાઈ ચતુરભાઈ સુરેલા, ભાભી ગૂગીબેન રામજીભાઈ સુરેલા, ભત્રીજો વિક્રમ રામજીભાઈ સુરેલા, ભત્રીજી જનકબેન રામજીભાઈ સુરેલા અને ફરિયાદીના મોટાભાઈ નો દીકરો શંભુભાઈ કેશુભાઈ સુરેલા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી વિષ્ણુ ઉર્ફે ટાઈગર સુરેલાએ ફરિયાદીના ઘરના રસોડાના બારણા પાસે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું જે બાઈકને આઘૂ કરવા માટે થઈને ફરિયાદીએ કહેતા આરોપી હાથમાં લોખંડનો પાઇપ, રામજીભાઈ લોખંડનું ધારિયુ, વિક્રમ લોખંડના પાઇપ અને શંભુભાઈ લાકડાનો ધોકો લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારબાદ ગૂગીબેન અને જનકબેન હાથમાં લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં તેને ગાળો આપીને ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.