મોરબીના ખારચિયા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતન બનાવમાં કાર ચાલક સામે એસટીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ
મોરબી તાલુકાના લીલાપર ગામ નજીકથી સગીરાનુ અપહરણ
SHARE
મોરબી તાલુકાના લીલાપર ગામ નજીકથી સગીરાનુ અપહરણ
મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક રહેતા પરપ્રાંતીય પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે રહેતા અને કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું કમલેશ હિરુભાઈ અજનાર રહે. હાલ લીલાપર મૂળ રહે એમપી વાળાએ અપહરણ કર્યું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સગીરાના પરિવરજન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ કરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. કે. ચારેલ ચલાવી રહ્યા છે
આધેડ સારવારમાં
મોરબીના વિસ્તારમાં મદીના સોસાયટી પાસેથી અજાણ્યા 50 વર્ષની ઉંમરના આધેડને બેભાન હાલમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે જાણ કરતા પોલીસ આગળ ની કાર્યવાહી કરેલ છે
યુવાન સારવારમાં
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો અર્જુન રંગીલાલ સોલંકી (૨૦) નામનો યુવાન કોઇ કારણોસર પોતે પોતાના ઘરે ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.