મોરબીના પાનેલી ગામ પાસે બોલેરોની હડફેટે ચડી જતા માસુમ બાળકનું મોત
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ
SHARE
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ તે યુવતીને આરોપી પોતાના કબજા વાળા ગોડાઉનમાં લઈ ગયો હતો અને યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલી યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને હાલ મોરબી રહેતા મૂળ લાલપરમાં રહેવાsi સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ સતિષ પટેલે પોતાના કબજા ભોગવટા વાળા ગોડાઉનમાં ફરિયાદી યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે ત્યારબાદ સતીશ પટેલે ફરિયાદી યુવતી સાથે લગ્ન કર્યા ન હતા જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તાજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ મોરબી જિલ્લાના એસસીએટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડી અને તેની ટીમ ચલાવી રહી છે
બાઇક સ્લીપ થતા વૃદ્ધ સારવારમાં
મોરબીમાં નવા બસ સ્ટેશનના ક્વાર્ટરમાં રહેતા કરસનભાઈ કાનજીભાઈ ખાંભલીયા (66) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે અંકુર પ્રોવિઝન નજીકથી બાઇક લઈને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મહિલા સારવારમાં
મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે રહેતા પૂરીબેન ચેતનભાઇ ફેફર (37) નામના મહિલા રવાપર કેનાલ રોડ ઉપર રામકો બંગલો પાસે એકટીવા લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે