મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ
મોરબીના નવલખી બ્રિજ પાસેથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવામાં આવતા ગુનો નોંધાયો
SHARE
મોરબીના નવલખી બ્રિજ પાસેથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવામાં આવતા ગુનો નોંધાયો
મોરબીના નવલખી ઓવર બ્રિજ પાસેથી વાંકાનેરના ભોજપરા ગામના પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બે સામે ગુનો નોંધીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના ભોજપરા ગામે રહેતા પરિવારની સોળ વર્ષની સગીર વયની દીકરીનું મોરબીના નવલખી બ્રિજ નીચેથી ગત તા.૨૨-૩-૨૫ ના સવારના દસેક વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવ્યું હતું અને સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર અને જાનનાથ સોરમનાથ બંને રહે.મકનસર તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ધમ્મરનાથ અને જાનનાથ દ્વારા ગત તા.૨૨-૩ ના તેઓની દીકરીનું મોરબી ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ ધમ્મરનાથ પઢિયાર નામના ઇસમ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું.હાલ પોલીસે બળાત્કાર, અપહરણ અને પોકસો સહિતની કલમો હેઠળ ઉપરોક્ત બંને ઈસમો સામે ગુનો નોંધી બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.આ કેસની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના વજેપર શેરી નંબર-૭ રહેતા નંદકુંવરબેન રમેશભાઈ રાજપુત નામના ૬૪ વર્ષીય વૃદ્ધા બાઈક પાછળ બેસીને કામ સબબ બહાર જતા હતા.ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ ભવાની સોડા વાળી શેરીમાં રહેતા સલમાબેન સિરાજભાઈ નામના ૪૩ વર્ષીય મહિલા નવા બસ સ્ટેશન પાસેના સ્વામિનારાયણ મંદિર નજીકથી બાઇકમાં બેસીને જઇ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હોય તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ઉપરોક્ત બંને બનાવો અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ધકાવાળી મેલડી મંદિર પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં પૌત્રની પાછળ બેસીને જઈ રહેલા ધોળીબેન સવજીભાઈ કોળી (૪૪) રહે.હજનાળી નામના મહિલાને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના પીપળી ગામે રામપાર્ક સોસાયટીમાં રહેતો સોમાભાઈ ગાંડુભાઇ કુડેચા નામનો ૪૩ વર્ષીય યુવાન મોરબીના શક્તિ ચોક બાજુથી પોસ્ટ ઓફિસ તરફ આવતો હતો તે સમયે રસ્તામાં બાઈક સલીપ થતા ઈજા થતાં અત્રેની સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયો હતો.