મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારા નજીક ધોળા દિવસે થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા કારખાનેદાર સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE

















ટંકારા નજીક ધોળા દિવસે થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા કારખાનેદાર સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે

ટંકારા નજીક આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનામાં લૂંટ કરનારા તેમજ ટીપ આપનાર સહિત કુલ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે ત્રણેય આરોપીઓ રિમાન્ડ ઉપર હતા જેના રિમાન્ડ પૂરા થતા ટંકારા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને હાલમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

રાજકોટથી આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ ભાલોડી કારમાં 90 લાખની રોકડ લઈને મોરબી આવી રહ્યા હતા ત્યારે રોકડ રૂપિયાની ધોળા દિવસે લૂંટ કરવામાં આવી હતી જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમણે ફરિયાદ કરી હતી. અને પોલીસે આ ગુનામાં બનાવ બનેલો ત્યારે જ નાકાબંધી કરી હતી જેમાં લૂંટારુઓ પૈકીનાં બે આરોપી અભિભાઇ લાલાભાઈ અલગોતર અને અભીજીતભાઇ ભાવેશભાઇ શાર્ગવની ધરપકડ કરી હતી ત્યાર બાદ લૂંટારુઓને અસરો આપીને ગાડી રાજકોટથી આવી રહી છે તેવી ટીપ આપનાર દિગ્વિજય અમરાશીભાઈ ઢેઢી ધરપકડ કરી હતી જે ત્રણેય આરોપીઓ રિમાન્ડ ઉપર હતા અને તેઓના રિમાન્ડ પૂરા થતાં ટંકારા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને ત્યાર બાદ ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં હજુ આરોપી હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર અને એક અજાણ્યો શખ્સ આમ પાંચ આરોપીઓને પકડવાના બાકી છે જેથી તેણે પકડવા માટે જુદીજુદી પાંચ ટીમો જુદીજુદી દિશામાં તપાસ કરી રહી છે તેવી માહિતી ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા પાસેથી જાણવા મળેલ છે.




Latest News