મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક પિસ્તોલ બતાવી 46 લાખની લૂંટ !: મોકડ્રીલ જાહેર કરતાં સહુને મળી રાહત


SHARE









મોરબી નજીક પિસ્તોલ બતાવી 46 લાખની લૂંટ !: મોકડ્રીલ જાહેર કરતાં સહુને મળી રાહત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પિસ્તોલ બતાવી કારમાં આવેલા શખ્સો 46 લાખની લૂંટ કરી નાસી ગયા છે તેવો મેસેજ જિલ્લા કંટ્રોલમાં આપવામાં આવેલ હતો જેથી જીલ્લામાં પોલીસે નાકાબંધી કરી હતી અને ત્યાર બાદ કારમાં ભાગેલા શખ્સોને આંતરીને પોલીસે ઝડપી લીધા હતા જો કે, આ મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેથી લોકો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે, મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રેટા ગાડીમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને પિસ્તોલ બતાવીને રોકડા 46 લાખની લૂંટ કરેલ છે અને હળવદ તરફ લુટારુઓ નાશી ગયેલ છે. જેથી પોલીસે નાકાબંધી કરાવી હતી અને પોલીસ અધિકારી, કર્મચારી સહિતના આરોપીઓને પકડવા માટે એલર્ટ બન્યા હતા દરમિયાન આપવામાં આવેલ માહિતી મુજબની કાર મહેન્દ્રનગરથી હળવદ તરફ ગઈ હતી જેથી એલસીબીની ટીમે ક્રેટા ગાડીનો પીછો કર્યો હતો અને હળવદ પીઆઈએ સમય સુચકતા દાખવી રોડ પર ટ્રાફિક જામ કરાવ્યો હતો અને વાહન ચેકિંગ કર્યું હતું ત્યારે ત્યાં આવેલ ક્રેટા કારને ચેક કરવામાં આવી હતી જેમાંથી મુદામાલ કબજે કર્યો હતો અને ત્યાર બાદ જીલ્લા પોલીસની સતર્કતા તપાસવા માટે રેડ એલર્ટની મોકડ્રીલ કરેલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેથી સહુકોઈએ રાહતનો શ્વાસ લીધેલ હતો




Latest News