માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શેરીમાં દેકારો કરીને ગાળો બોલનાર શખ્સે યુવાનને ગાળો આપીને ધોકા વડે મારમાર્યો


SHARE

















વાંકાનેરમાં શેરીમાં દેકારો કરીને ગાળો બોલનાર શખ્સે યુવાનને ગાળો આપીને ધોકા વડે મારમાર્યો

વાંકાનેર નજીક અમરસર ગામે રહેતા યુવાનની શેરીમાં દેકારો કરીને ગાળો બોલનારો શખ્સ સાંજના સમયે તેને બજારમાં મળ્યો હતો ત્યારે તું કેમ શેરીમાં દેકારો કરતો હતો તેવું કહેતા સામેવાળો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવાનને ગાળો આપી હતી અને ઝઘડો કરીને લાકડાના ધોકા વડે યુવાનને શરીરે તથા ડાબા હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઈજા કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ અમરસર ગામે રહેતા વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા (39) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા રહે. અમરસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી ફરિયાદીની શેરીમાં દેકારો કરીને ગાળો બોલતો હતો અને સાંજના સાત વાગ્યાના અરસામાં ફરિયાદી જ્યારે બજારમાં જતા હતા ત્યારે આરોપી તેને ત્યાં રસ્તામાં ભેગો થતા તું કેમ શેરીમાં દેકારો કરતો હતો તેવું કહ્યું હતું જે સામેવાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઝઘડો કરીને પોતાના ઘરમાંથી લાકડાના ધોકો લઈ આવીને ફરિયાદી યુવાનને શરીરે તથા ડાબા હાથમાં માર માર્યો હતો અને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં જીયાબેન સચિનભાઈ દેવીપુજક (22) તેમજ જીનાલીબેન અશોકભાઈ ચાવડા (12) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ બંને વ્યકતિને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં આવેલ કડિયા શેરી હવેલી ચોક પાસે રહેતા વર્ષાબા રાજેન્દ્રસિંહ રાણા (21) નામની મહિલાને સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News