મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણી લાશ મળી; ઓળખ મેળવવા પોલીસ દ્વારા તજવીજ શરૂ


SHARE

















વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણી લાશ મળી; ઓળખ મેળવવા પોલીસ દ્વારા તજવીજ શરૂ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અજાણી લાશ મળી આવતા મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૧-૬-૨૫ નાબપોરના ૨:૩૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મરણ જનાર ૪૦ થી ૪૫ વર્ષની અજાણી વ્યક્તિ (પુરુષ) વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ બસ સ્ટેન્ડ ખાતે સુતેલી હાલતમાં કોઇ બીમારીના કારણે મૃત્યુ થયું હોવાથી તેની લાશ મળી આવી હતી.જેની લાશનું વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી વાંકાનેર સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.


મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૃતકે ઉપર આછા ક્રીમ કલરનો આખી બાયનો શર્ટ તથા બ્લુ કલરની નાઇટ પેન્ટ પહેરેલ છે.શરીરે પાતળો બાંધો તથા માથાના વાળ લાંબા કાળા તથા સફેદ છે.મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ. જી.કે.પરમારના મોબઈલ નંબર ૮૪૬૦૨ ૦૪૨૪૮ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસે યાદીમાં જણાવાયું છે.






Latest News