મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આરોપી જય દેત્રોજાની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે બાવળની કાંટ અને રીક્ષામાંથી દારૂની ૧૦૨ બોટલ સાથે એક પકડાયો


SHARE













મોરબી એલસીબીના સ્ટાફ દ્વારા બાતમીના આધારે મોરબીના મકનસર ગામ પાસે રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંથી બાવળાની કાંટ અને રીક્ષામાંથી કુલ મળીને ૧૦૨ બોટલ દારૂ મળી આવ્યો હતો અને દારૂના જથ્થા સાથે એક ઇસમ મળી આવતા તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

 

રેંજ આઇજી તેમજ જીલ્લા પોલીસવડાની સુચનાને પગલે એલસીબી પીઆઇના માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી.ડી.ભટ્ટ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાનમાં સ્ટાફના જયસુખભાઇ વસીયાણી, જયેશભાઇ વાઘેલા, આશીફભાઇ ચાણકીયાને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક પીળા કલરની હુડ વાળી સી.એન.જી. ઓટોરીક્ષા નંબર જીજે ૧૩ એવી ૬૮૨૦ માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ વાંકાનેર તરફથી મકનસર તરફ આવનાર છે.તેવી ચોકકસ બાતમીને આધારે મકનસર ગામ એક્સેલ સીરામીક પાસે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન વર્ણન મુજબની ઓટોરિક્ષા નીકળતા તેને અટકાવવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવતા રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૦૨ બોટલ દારૂ મળી આવી હતી અને સાથે રિક્ષામાંથી રીક્ષા ચાલક સમીર ઉર્ફે સમલો અબ્બાસભાઇ કટીયા રહે.રતનપર ઢાળ વિસ્તાર તા.જી.સુરેંદ્રનગર મળી આવતા તેને પકડવામાં આવ્યો હતો.

હાલમાં કુલ ૧૦૨ બોટલ દારૂ કિંમત રૂા.૧,૩૧,૫૦૦, એક લાખની ઉપરોકત નંબરની રીક્ષા તેમજ પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ જપ્ત કરવામાં આવેલ છે.આ દારૂ કેસમાં સુરેંદ્રનગર ટાવર પાસે રહેતા પીંકીબેન માણેકનું નામ સામે આવતા તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ રેડની કામગીરી પીઆઇ પંડયા, પીઆઇ વી.એન. પરમાર, પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા સ્ટાફે કરી હતી.






Latest News