મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું


SHARE

















મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું


મોરબીના સ્કાયમોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પની અંદર ૧૩૫ બોટલ રક્ત એકત્રીત થયું હતું.મોરબીના વિક્રમભાઈ દફતરી દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.તેઓના પુત્ર કાર્તિક વિક્રમભાઈ દફતરીનું વર્ષો પહેલા થેલેસેમિયાની બીમારી સબબ અવસાન થયું હતું.ત્યારબાદથી થેલેસેમિયાગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે તેઓ છેલ્લા ૧૨ વર્ષથી આ રક્તદાન કેમ્પ યોજે છે.મોરબીના સ્કાયમોલ ખાતે યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું કે જે કોઈ થેલેસેમિયાપીડીત દર્દીને ઉપયોગી બનશે.તમામ રક્તદાતાઓનો વિક્રમભાઈ દફતરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તેમજ મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે તા.૬-૬ ના રોજ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું.દરેક યુવાન તંદુરસ્ત વ્યક્તિએ રકતદાન અવશ્ય કરવું જોઈએ.






Latest News